
મધ્યપ્રદેશના સતના જિલ્લામાં નિર્ભયા જેવી ઘટના સામે આવી છે. 11 વર્ષની બાળકી પર ગેંગરેપ કર્યા બાદ આરોપીએ બાળકીના પ્રાઈવેટ પાર્ટમાં સળિયો નાખ્યો હતો. આજે સવારે મૈહર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક 10 વર્ષની બાળકી ઘાયલ હાલતમાં મળી આવી હતી. આ કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. બાળકીને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગઈકાલથી ગુમ થયેલી એક બાળકી લોહીથી લથપથ મૈહર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગંભીર હાલતમાં મળી આવી હતી. યુવતીને પોલીસે મૈહરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરી હતી, જ્યાંથી તેને ગંભીર હાલતમાં રીવા રિફર કરવામાં આવી છે.
ઘટનાની માહિતી મળતા જ SDM અને એસડીઓપી પોલીસની સાથે મૈહર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ કેસમાં દુષ્કર્મ સહિત પોસ્કો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં 2 શકમંદોની પણ ધરપકડ કરી છે.પોલીસ ધરપકડ કરાયેલા શકમંદોની પૂછપરછ કરી રહી છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે. તેણે ટ્વિટર પર લખ્યું, “મૈહરમાં એક પુત્રી પર બળાત્કારની માહિતી મને મળી છે, જેને સાંભળી મારું હૃદય પીડાથી ભરાઈ ગયું છે, હું વ્યથિત છું.” મેં પોલીસને સૂચના આપી છે કે કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે. જોકે હાલ સુધીમાં પોલીસે ગુનેગારોની ધરપકડ તો કરી લીધી છે. પુત્રીની યોગ્ય સારવારની વ્યવસ્થા કરવા માટે વહીવટીતંત્રને સૂચના આપવામાં આવી છે.










