GUJARATMORBI

મોરબી ઓમશાંતિ વિદ્યાલયમા ૩૯ અનાથ વિધાર્થીઓને નિઃશુલ્ક અભ્યાસ

મોરબી ઓમશાંતિ વિદ્યાલયમા ૩૯ અનાથ વિધાર્થીઓને નિઃશ્રુહક અભ્યાસ

 

વર્તમાન સમયમાં શિક્ષણ એક વ્યવસાય બની ગયો છે. સેલ્ફ ફાયનાન્સ શાળામાં ફી ભરીને ભણાવવાની બધાની આર્થિક સ્થિતી નથી આવા સમયે સરદાર બાગ સામે, ડૉ.ભાડેસીન સાહેબની હોસ્પિટલની બાજુમાં આવેલ અને છેલ્લા ૩૦ વર્ષથી મોરબીમાં શિક્ષણક્ષેત્રે અગીકા સંસ્થા ઓશાંતિ વિધાલયના સ્થાપક, સંચાલક, મેનેજીંગ ટ્રસ્ટી ટી. ડી. પટેલ દ્વારા ૩૯ બાળાઓને નિઃશુલ્ક શિક્ષણ આપવાની જવાબદારી સ્વીકારી તેઓને શાળામાં પ્રવેશ આપેલ છે. જેમાં વિકાસ વિધાલયની ૩૩ બાળાઓ, યદુનંદન ગૌશાળાના ૩ વિદ્યાર્થીઓ, મધર ટેરેસા આશ્રમની ૩ બાળાઓ મળીને કુલ ૩૯ વિદ્યાર્થીનીઓને શાળામાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવેલ છે. પ્રથમ મધર ટેરેસા આશ્રમની બાળાઓને નિઃશુલ્ક પ્રવેશ આપેલ તેની પ્રગતિ અને શાળામાં અભ્યાસથી ખૂબ જ પ્રભાવિત થયેલ સિસ્ટરે અનાથ બાળકોની સંસ્થાઓની મીટીંગમાં ઓશાંતિ વિધાલયના શિક્ષણકાર્ય અંગે જાણકારી આપી જેનાથી પ્રભાવિત થઈ સરકારી અધિકારીએ ટી.ડી. પટેલ સરનો સંપર્ક કરી અન્ય અનાથ આશ્રમની બાળાઓને શાળામાં પ્રવેશ આપવા માટે જણાવ્યું જેનો ટી.ડી. પટેલ સાબે સ્વીકાર કરી આ બાળાઓને શાળામાં ભણાવવાની જવાબદારી સ્વીકારી માતા પિતા વિદેશી બાળાઓને અન્ય બાળકોની જેમ જ શ્રેષ્ઠ શિક્ષણ મળે અને જયાં સુધી શાળામાં ભરે ત્યાં સુધી નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવશે સાથે સાથે બે જોડી યુનીફોર્મ અને પુસ્તકો પણ આપેલ છે તેવી જાહેરાત કરેલ છે. અને સેલ્ફ ફ્રાયનાન્સ શાળાઓ માત્ર ફી માટે જ કાર્યરત નથી પણ સામાજીક જવાબદારી સ્વીકારી સમાજમાં સમાનતા માટે પણ પ્રયત્નશીલ છે તેનો ઉતમ દાખલો ઓશાંતિ વિદ્યાલયે આપેલ છે.

(સમાજના કોઈ અગ્રણીઓ કે સેવાભાવી સંસ્થાઓ આ બાળઓની ફી ભરવા માટે જવાબદારી લેવા માટે તૈયાર હોય તો તે આવકાર્ય છે. અન્યથા સંસ્થામાં બન્ને ત્યાં સુધી નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવશે.)

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button