JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

વધુ એક વખત બહેનો માટે જામનગર181 આશીર્વાદ

વધુ એક વખત બહેનો માટે જામનગર181 આશીર્વાદ

 

પરિવાર થી વિખૂટી પડીગયેલ પીડિતાનું પરિવાર સાથે પુનઃ સ્થાપન કરાવતી 181 અભિયાન ટીમ

જામનગર ( નયના દવે)

જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભયમ હેલ્પલાઈન મહીલા ઓ માટે ખરાઁ અથઁમા આશીર્વાદરુપ સાબિત થઇ રહી છે જેમાં ,જાગુત નાગરીકે ૧૮૧ મહીલા હેલ્પલાઇન માં ફાેન કરી મદદ માગેલી જણાવ્યુ હતું કે કોઈ મહિલા 3થી 4 કલાક ના બેઠા છે ને ગભરાયેલ હાલત માં છે અને સતત રડ્યા કરે છે જાગૃત નાગરિક દ્વારા પૂછતા કોઈ જવાબ આપેલ નહીં કશું નામ સરનામું કશું જવાબ આપેલ નહી તેથી મદદ ની જરૂર છે
તુરંત જામનગર અભયમ ની ટીમના કાઉન્સેલર શીતલબેન સોલંકી પોલીસ કોન્સ્ટેબલ ઇલાબા જાલા પાયલોટ સુરજીત સિંહ વાઘેલા સ્થળ પર પહાેચી પીડિતાને આશ્વાશન આપવા મા આવેલ અને તેમનુ કાઉન્સેલિંગ કરેલ જેમાં પીડિતા દ્વારા જણાવેલ તેઓનાં લગન નાં ૧૦ વર્ષ થયેલ છે સાસરી જામનગર તાલુકા પંથક માં આવેલી છે પિયર રાજસ્થાન મા આવેલું છે બપોર દરમ્યાન ખરીદી કરવા માટે પતિ બાળકોતેમજ દેરાણી સાથે બજારમાં આવેલ પતિ બાળકોને લઈને બજાર ની બહાર બેસેલ અને બંને દેરાણી જેઠાણી ખરીદી માટે બજારમાં ગયેલ પરંતુ પીડિતા દેરાણીથી અલગ પડી ગયેલ તેથી પીડિતા દેરાણી ને આજુ બાજુમાં શોધેલ આશરે ત્રણ ચાર કલાક જેટલો સમય થઈ ગયેલ તેથી પીડિતા ગભરાઈ ગયેલ ને રડવા લાગેલ પહેલીવાર જ ઘરની બહાર નીકળેલ હોવાથી એડ્રેસ તેમજ પરિવારનો કોઈ કોન્ટેક પણ ન હોય તેમ પીડિતાએ જણાવેલ ત્યાર બાદ ૧૮૧ મહીલા હેલ્પલાઇન ના કાઉન્સિલર દ્વારા કાઉન્સિલિંગ કર્યા બાદ પીડિતાએ માત્ર ગામનું નામ જણાવેલ કે તેઓ નાઘેડી ગામમાં રહે છે તેથી પીડિતાને લઈને નાઘેડી ગામમાં ગયેલ પીડિતાએ જણાવ્યા મુજબ રસ્તો શોધતા મકાન મળી આવેલ પરંતુ દરવાજા પર તાળું લગાવેલો હોવાથી આજુબાજુના પાડોસ ને પૂછતાં પીડિતાના પતિ નો મોબાઈલ નબર મેળવી વાત કરતા પતિ વાત જણાવેલ કે તેવો 3 થી 4 કલાક ના બજાર માં પીડિતા ને સોધેલ છેપરંતુ મળેલ નહિ પીડિતા રાજસ્થાન ના હોવાથી હિન્દી ભાષા બોલે છે ને ગુજરાતી સમજતા નથી તેથી ટેન્શન માં આવી ગયેલ ત્યારબાદ પીડિતા નાં પતી ઘરે આવેલ. જ્યાં ભાવુક દ્રશ્યને થયેલ પીડિતાને જોય ને પતિ ખુશીના આશું થી રડી પડેલ આમ વિખૂટા પડેલ પરિવાર સાથે પુનઃ મિલન કરાવેલ.
ત્યારબાદ પીડિતા સમજ આપેલ કે હવે પછી આવી રીતે ક્યાંય પણ ચાલ્યા ના જવુંઅને મોબાઈલ નંબર તેમજ એડ્રેસ યાદ કરી લેવા જણાવેલ પતિને પણ પીડીતાનું ધ્યાન રાખવા સમજ આપેલ હવે પછી આવું ના થાય તેનું ધ્યાન રાખવા જણાવેલ

આમ પીડિતાનું પરિવાર સાથે પુનઃમિલન કરાવેલ તે બદલ પીડિતા નાં પતિ દ્વારા 181ટીમ નો ખુબ આભાર વ્યકત કરેલ

@__________

BGB

JOURNALIST

JAMNAGAR

gov.accre.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button