GUJARATMORBIUncategorized

ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ-મોરબી દ્વારા પાનેલી પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર અને ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ-મોરબી ના સયુંકત ઉપક્રમે પાનેલી પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ આ સ્પર્ધામાં ધોરણ ૬ થી ૮ ના કુલ ૧૧૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ, વિદ્યાર્થીઓએ પોતાની અલગ શૈલીમાં વ્યસનની અસરો અંગે સમજ આપતા વિવિધ ચિત્રો દોરવામાં આવેલ, ત્યારબાદ ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલના સોશ્યલ વર્કર તેહાન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકશાન તેની શારીરિક અસરો, આર્થિક અસરો અંગે સમજ આપવામાં આવેલ, ત્યારબાદ સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર દ્વારા પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવેલ, ત્યારબાદ પ્રા.આ.કેન્દ્રના સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસ દ્વારા વિદ્યાર્થીઓને પોતે વ્યસન મુક્ત રહેવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવા અંગેનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો, અને અંતે શાળાના શિક્ષક દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપીને ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ અને પ્રા.આ.કેન્દ્ર લાલપરનો આભાર વ્યક્ત કરીને કાર્યક્રમને પૂર્ણ કરેલ.આ કાર્યક્રમમાં જિલ્લા એસ.એચ.એ. શૈલેષ પારજીયા, સી.એચ.ઓ-પાનેલી, એફ.એચ.ડબલ્યુ પણ ઉપસ્થિત રહેલ,અને કાર્યક્રમમાં સહયોગ કરેલ.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button