
સામાજીક આગેવાનની માનવતા: બિમાર ગૌમાતાને અપાવી સારવાર
ટંકારા: હાલ મુસ્લિમ બિરાદરોનો તહેવાર હોય મહોરમ ના તહેવાર નિમિત્તે તાજીયા ના ઝુલુસ ના મુખ્ય માર્ગમાં આજે ટંકારા ગામે મુમના શેરીમાં ત્રણ ચાર દિવસ થી ગાય માતા બીમાર હાલતમાં પડ્યા હતા પાછલા પગના ભાગે જીવાત થઈ ગઈ હતી.જેની જાણ થતાં સામાજિક કાર્યકર,ઉપસરપંચ પ્રતિનિધી અને જીવ દયા પ્રેમી હેમંતભાઈ ચાવડા એ ૧૯૬૨ ઇમરજન્સી ” કરુણા એનિમલ કેર “ને જાણ કરી હતી અને પાંજરાપોળ ના સંચાલક, ગૌ સેવા પ્રેમી રમેશભાઈ ગાંધીને જાણ કરતા તેઓ પણ દોડી આવ્યા હતા.
આ તકે સલીમભાઈ પટ્ટાવાળા, રાજુભાઈ કર્મચારી ,પપ્પુભાઈ , પશુપ્રેમી અજયભાઈ પ્રજાપતિ વગેરેએ હાજર રહી ભારે જહેમત ઊઠાવી વૃધ્ધ અને બીમાર ગાયને બેઠી કરી પ્રાથમિક સારવાર આપી હતી. “ફ્રી એનિમલ કેર “દ્વારા બિમાર ગાય ને ઇન્જેક્શન આપી દવાનો બાટલો ચડાવી સ્વસ્થ કરવાનો પ્રયાસ કરી રાહત અપાવી હતી. તાલુકા પંચાયતના સદસ્ય પ્રતિનિધિ ભાવિનભાઈ સેજપાલે જીવ દયા પ્રેમી મિત્રો ની કામગીરી ને બિરદાવી નિસ્વાર્થ સેવાની પ્રશંસા કરી હતી.