ચીખલી તાલુકાના રાનકુવા ગામે ઠેર ઠેર મુખ્ય રસ્તાની બાજુમાં અસહ્ય દુર્ગંધ મારતી ગંદકીનું સામ્રાજ્ય!

અંબાલાલ પટેલ – ચીખલી
નવસારી જિલ્લા આરોગ્ય સમિતિ ના અધ્યક્ષ નું ગામ જ અસ્વચ્છ.
ચીખલી તાલુકાના રાનકુવા ગામ ખાતે મુખ્ય માર્ગ પર જ અસહ્ય દુર્ગંધ મારતી ખદબદતી ગંદકીનું સામ્રાજય જોવા મળી રહ્યું છે. ત્યારે હાલ રાનકુવા ગામ ખાતે ચોમાસા ની ઋતુ દરમિયાન મોટા પ્રમાણ માં ગંદકી નું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ગટર વ્યવસ્થાના અભાવે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બાજુમાં BSNL ઓફીસ પાસે વરસાદી લીલવાળા પાણીનો ભરાવો તેમજ મુખ્ય માર્ગ પર કચારા નું સામ્રાજ્ય ક્યારે દૂર કરાશે? જ્યારે હાલ સ્વચ્છતા અભિયાનના લિરે-લિરા ઉડતા જોવા મળી રહ્યા છે. જ્યારે રાનકુવા થી ટાંકલ જતાં મુખ્ય માર્ગ પર પણ મોટા પ્રમાણ માં કચરો નું પ્રમાણ જોવા મળે છે. ત્યારે સ્વચ્છતા અભ્યાન અંતર્ગત સરકાર દ્વારા ગ્રામ પંચાયતોને મોટી ગ્રાન્ટ આપવામાં આવતી હોય તેમજ કચરા નિકાલ માટે ઇ રિક્ષાઓ પણ વિતરણ કરી છે. છતાં રાનકુવા ખાતે ગ્રામ પંચાયતના અંધેર વહીવટને કારણે ગંદકીનું સામ્રાજ્ય ઉભું થવા પામ્યું હોય.જેને કારણે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.તેમજ તંત્ર દ્વારા પાણીના નિકાલને લઈ કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે પોસ્ટ ઓફિસની બાજુમાં આવેલ BSNL ઓફીસની બાજુમાં વરસાદી પાણીનો ભરાવો થઈ રહ્યો છે.જેને કારણે તળાવ નિર્માણ થવા પામ્યું છે જે પાણીમાં ગંદકી અને લીલ બજેલી જેવા મળી રહી છે.જે રોગચાળો ફેલાવવાની દહેશત અહીંના વિસ્તારના રહીશોમાં ફેલાઈ છે.
બોક્સ:૧
નવસારી જિલ્લાના આરોગ્ય સમિતિ નાં અધ્યક્ષ નું ગામ રાનકુવા માં આવી રીતે કચરા નું સામ્રાજ્ય જોવા મળે છે. ત્યારે સવાલ એ ઉદભવે છે કે સમગ્ર જિલ્લા ની શું હાલત હશે? જ્યારે હાલ ચોમાસા ઋતુ કાર્યરત છે. ત્યારે આ મુખ્ય માર્ગ પર કચરા ના ઢગલાઓ નાં કારણ થી રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ?
બોક્સ:૨
રાનકુવા ખાતે જે કચરા ના ઢગલા જોવા મળે છે. એના માટે જવાબદાર કોણ? શું ગ્રામ પંચાયત દ્વારા કોઈ યોગ્ય નિકાલ કરવામાં નથી આવી રહ્યો? શું ગ્રામ પંચાયત ના વહિવટ કરનારાઓ દ્વારા કોઈ ચોક્કસ પગલાં લેવાશે ખરા?
બોક્સ:૩
રાનકુવા ગામ ના હાલ ના સરપંચશ્રી ચૂંટણી પ્રચાર માં સ્વછતા ના મુદ્દા પર ચૂંટણી લડ્યા છે. જ્યારે એક સૂત્ર દ્વારા મળેલ માહિતી મુજબ ગામ પંચાયતના રહેમ નજર થી કોઈ મોટું બાંધકામ પણ હાલ ચાલુ છે. ત્યારે રાનકુવા ગામ ના સરપંચ અને તલાટી ની ભૂમિકા તપાસવી હાલ જરૂરી જણાઈ રહી છે. શું ખરેખર પંચાયત ની રહેમ રાહે બાંધકામ ચાલુ છે?






