મોરબી તાલુકાના ગામોને ગ્રાન્ટો આપતી તાલુકા પંચાયત પાસે બિલ્ડીંગ પ્રવેશદ્વાર નો ખાડો બુરવાના પૈસા નથી ?

મોરબી તાલુકાના ગામોને ગ્રાન્ટો આપતી તાલુકા પંચાયત પાસે બિલ્ડીંગ પ્રવેશદ્વાર નો ખાડો બુરવાના પૈસા નથી ?

મોરબી જિલ્લો તો બની ગયાને વર્ષો વીતી ગયા પણ લોકોને હજી સુધી જિલ્લાનો અહેસાસ કે જિલ્લા જેવી સુવિધાઓ મળતી નથી મોરબી તાલુકાના તમામ ગ્રામોને વિકાસની ગ્રાન્ટો આપનાર મોરબી તાલુકા પંચાયત પોતાનો પ્રવેશ દ્વાર પણ સુધારી શક્તિ નથી. છેલ્લા ઘણા સમયથી મોરબી તાલુકા પંચાયત કચેરીના પ્રવેશદ્વાર પણ ખાડો પડેલ છે જ્યાં વરસાદી પાણીનો ભરાવો થાય છે ત્યારબાદ તેમાં સેવાર જામી અને વાસ પણ આવતી હોય છે તેમ છતાં એક પણ તાલુકા પંચાયતના સદસ્ય, પ્રમુખ કે તાલુકા વિકાસ અધિકારીની ઈચ્છા શક્તિ ન હોય તેમ આ જગ્યા સુધારવામાં આવતી નથી કચેરી ની અંદર અવર-જવર કરવા માટે આ ખાડા ની વચ્ચે એક ઈંટ મૂકી દેવામાં આવી છે જેના પરથી પગ મૂકી લોકો, અધિકારીઓ તેમજ નેતાઓ અવરજવર કરી રહ્યા છે ખરેખર કહેવાય છે ને કે જો નેતા કે અધિકારીમાં ઈચ્છા શક્તિ હોય તો તે ગામડાને પણ સ્વર્ગ બનાવી આપે છે અને ના હોય તો શહેરને પણ નર્ક બનાવી દે છે જેવી હાલત મોરબી શહેરની જ છે કેમ કે નેતાઓએ બેફામ બનીને જનતાના ટેક્સના રૂપિયા વેડફી નાખ્યા છે સામે લોકોને સુવિધા કંઈ પણ આપતા નથી હવે જોવાનું એ રહ્યું કે કોઈ તાલુકા પંચાયતના સદસ્ય પોતાની ગ્રાન્ટમાંથી આ મુખ્ય દરવાજાનો ખાડો બુરે છે કે તાલુકા પંચાયત અધિકારી કોન્ટ્રાક્ટરો પાસે બુરાવવા માટે મહેનત કરશે અંગત સૂત્રોના જણાવ્યા મુજબ કોઈ પણ પંચાયત કોન્ટ્રાક્ટ 10 થી લઈને 25% સુધી વહીવટ દીધા વગર મળતો જ નથી. તો પછી આ ખાડા પૂરવામાં કોઈને રસોઈ હોય ખરો ?









