
મોરબી:રવાપર રેસીડેન્સીન એપાર્ટમેન્ટમા જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા
મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલ રવાપર રેસીડેન્સીના એપાર્ટમેન્ટના રહેણાંક મકાનમાં જુગાર ધામ પર પોલીસ ત્રાટકી જુગાર રમતા સાત ઇસમોને ઝડપી લીધા જેમાં પારસ મુકેશભાઈ જરીયા રવાપર રેસીડેન્સી દેવવ્રત એપાર્ટમેન્ટ બ્લોક નં ૩૦૩ ના ફ્લેટમાં બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જેમાં જુગાર રમતા પારસ ઉર્ફે ભોલો મુકેશ જારીયા, નાગદેભાઈ મનસુખભાઈ જોગીયાણી, વનરાજ રમેશભાઈ મુજારીયા, રવિભાઈ રમેશભાઈ મુજારીયા, સુરેશભાઈ નાનજીભાઈ મિયાત્રા, વિજયભાઈ મનુભાઈ ગોગા અને હિરેન મગનભાઈ મઠીયા એમ સાત ઇસમોને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૬,૪૫૦ જપ્ત કરી તમામ વિરુદ્ધ જુગાર ધારા મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
[wptube id="1252022"]