વાંકાનેર શિક્ષણ જગતમાં શિક્ષક બદલી અરજીના ભ્રષ્ટાચારમાં પણ ભીનું સંકેલવાના પ્રયાસો..?

વર્ષ:-૨૦૨૦ માં બોન્ડ વાળા શિક્ષકો બદલીની અરજી કરી શકે જ નહીં છતાં ભ્રષ્ટાચાર આચરી અરજી થઈ સમગ્ર મામલો બહાર આવતા માફી પત્રો લખાવી લેવાયા
કૌભાંડ આચરીને જો મન ગમતી જગ્યા મળી જાય તો ભલે અને કૌભાંડ પકડાઈ જાય તો માફીપત્રો લખાવી મામલો રફેદફે કરવાનો

મોરબી જિલ્લાનું વાંકાનેર ભ્રષ્ટાચારનો પર્યાય બની ગયો હોય એમ દિન પ્રતિદિન એક પછી એક ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે,અને નવાઈની વાત તો એ છે કે વાંકાનેરના શિક્ષણ જગતના ભ્રષ્ટાચારીઓને બચાવવાનું કોઈએ બીડું ઝડપ્યું હોય એમ લાખો રૂપિયાનું કૌભાંડ કરનાર સામે ફોજદારી નોંધવાને બે મહિના થવા આવ્યા છતાં હજુ સુધી ધરપકડ થઈ નથી ત્યાં હમણાં જ અમોને મળતી વિગત મુજબ હાલ શિક્ષકોના બદલી કેમ્પ ચાલી રહ્યા છે,ઓનલાઈન બદલી કેમ્પ પૂર્ણ થતાં જિલ્લાફેર બદલીની પ્રક્રિયા ચાલુ કરવામાં આવેલ છે અને જિલ્લાવાર સિનિયોરિટી લિસ્ટ બહાર પડેલ છે,જેમાં અમને ચોંકાવનારી માહિતી પ્રાપ્ત થયેલ છે,રાજકોટ કોર્પોરેશનનું બદલીના સિનિયોરિટી લિસ્ટના પેજ નંબર – 13 ના પ્રાથમિક વિભાગની પ્રતીક્ષા યાદીના કર્મ નંબર:- 4 પર રહેલી યાદી મુજબ વાંકાનેર તાલુકાના ગુંદાખડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા બેન દશ વર્ષના બોન્ડ પર નોકરીએ લાગેલા હતા. વર્ષ-૨૦૨૦ માં એ બોન્ડ આધારિત ફરજ બજાવતા હોય બદલીની અરજી કરી શકે જ નહીં છતાં આ બહેને અરજી કેવી રીતે કરી?અરજી કરી તો તાલુકા શાળાના આચાર્યે અનેક જાતના પ્રમાણપત્રો કેમ આપ્યા? તાલુકા શાળા આચાર્યે અરજી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને અરજી મોકલી આ અરજીમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની વિસ જગ્યાએ સહી-સિક્કા આવે એ સહીઓ કરી બોન્ડ હેઠળ નોકરી કરતા દશ વર્ષ સુધી બદલીની અરજી પણ ન કરી શકે એવો નિયમ હોવા છતાં અરજી રાજકોટ કોર્પોરેશનમાં પહોંચી ગઈ અને પ્રતિક્ષા યાદીમાં નામ ચોથા ક્રમે આવી ગયું અને રાજકોટ પ્રોપરની શાળામાં બદલી પણ થઈ જશે, ભ્રષ્ટાચારીઓએ સરકાર દ્વારા બનાવેલા નિયમોનો ઉલાળ્યો થયાના અખબારી અહેવાલો આવતા અરજી કરનાર તેમજ પે સેન્ટરના આચાર્ય પાસે એવું લખાવી લેવામાં આવ્યું કે *બદલીના નિયમોની અમને જાણ નહોતી એટલે અમે અરજી કરી, અરજીમાં સહી-સિક્કા કર્યા* અરે બદલીના નિયમો જગ જાહેર છે,આ નિયમો બધા જાણતા હોવા છતાં વાહિયાત જવાબો અપાયા છે, વળી તત્કાલિન તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી,અરજી મોરબી જિલ્લામાંથી રાજકોટમાં ફોરવર્ડ કરનાર તત્કાલિન જિલ્લા શિક્ષણાધિકારીનો પણ આ કૌભાંડમાં એટલા જ જવાબદાર છે,પણ એનું કોઈ નામ નથી લેતું આ તો કોઈનું ખૂન કરી નાખ્યું અને પછી ખબર પડી જાય કે ખૂન કોને કર્યું અને પછી ખૂન કરનાર કહે કે મને ન્હોતી ખબર કે ખૂન ન કરવાનું હોય.જો ચાલ્યું જાય તો બદલી થઈ જાય અને કોઈના ધ્યાનમાં આવી જાય તો માફીપત્રો લખાવી મામલો રફેદફે કરી દેવાનો! આમ કોઈને કસી સજા ન થતી હોય પછી ભ્રષ્ટાચાર ક્યાંથી અટકે? કૌભાંડો ક્યાંથી અટકે?









