
એક રિપોર્ટ અનુસાર માતા-પિતા બાળકો સાથે દરેક સમયે કંટાળીને જ વાત કરે છે, જેના કારણે બાળકોના મનમાં એ વાત ઘર કરી જાય છે કે તેમની મુશ્કેલીઓનો ઉકેલ કાઢવો કે મદદ કરવી તેમના માતા-પિતાને પસંદ નથી. દરમિયાન તેઓ પોતાને એકલા અનુભવે છે અને યોગ્યરીતે પોતાની ભાવનાઓને વ્યક્ત ન કરી શકવાના કારણે ગુસ્સાવાળા સ્વભાવના થઈ જાય છે.
જો તમારુ બાળક અત્યારે વાતવાતમાં ગુસ્સે થતુ હોય કે બૂમો પાડતુ હોય તો તેને ઠપકો આપવાના બદલે તમે તેની ભાવનાઓને સમજો અને પ્રેમથી વાત કરો. સારુ એ રહેશે કે તમે ગળે મળો અને એ અનુભવ કરાવો કે તમને તેની ચિંતા છે. યાદ રાખો કે જો તમે તેને ઠપકો આપીને શાંત કરાવવાનો પ્રયત્ન કરશો તો તે વધુ ઈરિટેટ થશે. તેથી વાત કરો, ઠપકો ન આપો.
કેટલાક માતા-પિતા બાળકો પર દરેક સમયે નજર રાખે છે અને તેમની નાની મોટી ભૂલો પર ટોક્યા કરે છે, આનાથી બાળકોના મનમાં નકારાત્મક ભાવનાઓ જન્મ લે છે અને તે તમારા આ સ્વભાવથી કંટાળવા લાગે છે. બાળકોને થોડો સમય એકલતામાં પસાર કરવા દો, તેમને ભૂલો કરવાની તક આપો. બાળકો ભૂલોમાંથી સૌથી વધુ શીખે છે.
માતા-પિતાએ એ વાતનું પણ ધ્યાન રાખવુ જરૂરી છે કે તેઓ અંદરોઅંદર બાળકોની સામે ઝઘડો ના કરે. આવુ કરવાથી બાળકોના કોમળ મન પર ખરાબ અસર પડે છે અને તે પણ કોપી કરવા લાગે છે. એટલુ જ નહીં. કેટલાક બાળકો આના કારણે હતાશા અને ભય હેઠળ જીવે છે. આવા બાળકો સ્ટ્રેસમાં રહેવા લાગે છે અને ક્રોધી થઈ જાય છે. બાળકોની આસપાસ સકારાત્મક વાતાવરણ બનાવો અને તેમને ભાવનાઓને વ્યક્ત કરવા દો. તમારો આ વ્યવહાર તેમના વ્યવહારમાં ઘણુ પરિવર્તન લાવશે.










