BHARUCHNETRANG

નેત્રંગ : કાકડકુઇ માઘ્યમિક હાઇસ્કુલ ખાતે મામલતદાર અનિલભાઈ વસાવાની ઉપસ્થિતિમાં “જન અધિકાર કેમ્પ” યોજાયો હતો

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૨૫/૦૭/૨૦૨૩

ઝઘડિયા પ્રાંત કચેરીના સબ ડિવિઝનના ક્ષેત્રમાં આવતા વિવિધ ગામોમાં જન અધિકાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. નેત્રંગ-વાલિયા અને ઝઘડીયા તાલુકામાં આજ રોજ જન અધિકાર કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નેત્રંગ તાલુકાના વાલિયા ગામે આવેલ  માઘ્યમિક હાઇસ્કુલ ખાતે મામલતદાર અનિલભાઈ વસાવાની અધ્યક્ષતામાં જન અધિકાર કેમ્પનું દીપ પ્રાગટ્ય થકી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં આધાર કાર્ડ સંબંધિત બાબતો, રેશનકાર્ડ સંબંધિત બાબતો, સમાજ સુરક્ષા સંબંધિત બાબતો અને જમીનોમાં વારસાઈને લગતી બાબતોની અરજીઓ લઇને અરજીઓનું નિકાલ કરવામાં આવ્યું હતું અને લોકોને આ કેમ્પનો લાભ લેવા અપીલ કરવામાં આવી હતી. જેમાં નેત્રંગ તાલુકાના ૧૮ ગામોના નાગરિકોએ આ “જન અધિકાર કેમ્પ”નો લાભ લીધો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button