સુપ્રીમ કોર્ટે ભાજપ શાસિત રાજ્યો સામે કડક વલણ અપનાવવામાં નિષ્ફળ રહેવા બદલ કેન્દ્ર સરકારને ફટકાર લગાવી

આજે એક કેસની સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટે ભાજપ શાસિત રાજ્યો સામે કડક વલણ અપનાવવામાં નિષ્ફળ રહેવા બદલ કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી. પૂર્વોત્તર રાજ્ય નાગાલેન્ડમાં અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર સામે કડક શબ્દો દ્વારા ઝાટકણી કાઢી હતી.
સુપ્રિમ કોર્ટે સવાલ ઉઠાવ્યો કર્યો કે, રાજ્યમાં મહિલાઓ માટે અનામતનો અમલ કેમ કરવામાં આવ્યો નથી? સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું કે, તમે તમારા જ પક્ષની રાજ્ય સરકારો સામે પગલાં લેવામાં કેમ નિષ્ફળ રહ્યા છો? સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું- તમે અન્ય રાજ્ય સરકારો સામે કડક વલણ અપનાવો છો જે તમારા માટે જવાબદાર નથી, પરંતુ જ્યાં તમારી પાર્ટી સત્તામાં છે ત્યાં તમે નરમ વલણ અપનાવી રહ્યા છો.
જસ્ટિસ કૌલે પૂછ્યું કે, શું મહિલાઓ માટે અનામતની વિરુદ્ધ કોઈ જોગવાઈ છે? જ્યારે મહિલાઓ જીવનના તમામ ક્ષેત્રોમાં સમાન રીતે સામેલ છે ત્યારે મહિલાઓની ભાગીદારીનો વિરોધ શા માટે? તેના જવાબમાં નાગાલેન્ડના એટર્ની જનરલે કહ્યું કે, એવી મહિલા સંગઠનો છે જેઓ કહે છે કે તેમને અનામત નથી જોઈતી અને આ કોઈ નાની સંખ્યા નથી. આ શિક્ષિત મહિલાઓ છે.
ત્યારે જસ્ટિસે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે આ અગાઉ પણ આ મામલે અવાનવાર તમને ચેતવામાં આવ્યા છે છતાં તેમે તેમ કરવામાં નિષ્ફળ રહ્યા છો. યથાસ્થિતિમાં પરિવર્તન માટે હંમેશા પ્રતિકાર હોય છે. પરંતુ, કોઈએ યથાસ્થિતિ બદલવાની જવાબદારી લેવી પડશે. આના જવાબમાં સરકાર તરફથી હાજર રહેલા એડવોકેટે કહ્યું કે, રાજ્યએ કેટલીક કવાયત શરૂ કરી છે. તેઓ કેટલાક કાયદા બનાવવા માંગે છે. નોર્થ ઈસ્ટની સ્થિતિને ધ્યાનમાં રાખીને સમય આપવો જોઈએ.
સુપ્રીમ કોર્ટે આ સુનાવણીમાં મણિપુરની સ્થિતિનો પણ ઉલ્લેખ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પહેલા જ મણિપુરમાં બગડતી પરિસ્થિતિ અંગે સુઓમોટો સંજ્ઞાન લેવાની વાત કરી ચૂક્યા છે. એટર્ની જનરલ આર વેંકટરામણી અને એસજી તુષાર મહેતાને સમન્સ કરીને, CJI DY ચંદ્રચુડે આ ઘટના અંગે ઊંડો નારાજગી વ્યક્ત કરી હતી અને સરકારોને અલ્ટીમેટમ આપ્યું હતું કે કાં તો તેમની સામે પગલાં લેવા જોઈએ અથવા કોર્ટ હસ્તક્ષેપ કરશે.










