ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમીના આર્થિક સહયોગથી અવિનાશ વ્યાસ ની જન્મ જયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાયો

આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમીના આર્થિક સહયોગથી અવિનાશ વ્યાસ ની જન્મ જયંતી નિમિત્તે અમદાવાદ ખાતે લોકગીત સંગીત, ગુજરાતી ગીત સંગીત કાર્યક્રમ નિયતિ ફાઉન્ડેશન દ્વારા ભવન્સ કોલેજ ખાતે ગીતા હોલમાં આ પ્રોગ્રામનું આયોજન તારીખ 21- 7 -2023 ના રોજ કરવામાં આવ્યું હતું.
આ પ્રોગ્રામમાં કોર્પોરેટર દીપલબેન પટેલ, ભવન્સ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર સ્વાતિબેન કાપડિયા,ભારતીય વિદ્યાભવનના કોઓર્ડીનેટર મીનાબેન ભાટિયા તથા નરેન્દ્ર મોદીના હસ્તક એવોર્ડ મેળવનાર સામાજિક કાર્યકર શ્રીમતી ગીતાબેન રવૈયા ની હાજરીમાં આ ભવ્ય ગીત સંગીતના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.
કલાકારો દ્વારા અવિનાશ વ્યાસ ના ગીત, લોકગીત, સંગીતો દ્વારા પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પ્રેક્ષકો દ્વારા માંગ કરવામાં આવી હતી કે ગુજરાત રાજ્ય સંગીતના એકેડેમી દ્વારા આવા પ્રોગ્રામો વારંવાર થતા રહે.






