JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

શૈશવ ને નિખારનાર બાલ અધ્યાપન મંદિરના તાલીમાર્થીઓને સજ્જ કરતુ જામનગર વિકાસગૃહ

શૈશવ ને નિખારનાર બાલ અધ્યાપન મંદિરના તાલીમાર્થીઓને સજ્જ કરતુ જામનગર વિકાસગૃહ

બાલઅધ્યાપનના તાલીમાર્થીઓ ને પ્રવેશ આપતી પ્રતિષ્ઠિ સંસ્થા

શૈશવનુ ફુલ ખીલતુ ખીલતુ મઘમઘતુ જ્ઞાન મંદિર ના દ્વારે પા પા પગલી માંડે ત્યારે એ અવસર ઉત્સવ બને છે આ ભુલકાઓને શિક્ષણ પહેલા હુંફ જોઇએ વાત્સલ્ય જોઇએ તે માટે યુવાન દિકરીઓ સજ્જ બને છેઃ

જામાનગર (નયના દવે)

 

શ્રી કસ્તુરબા સ્રી વિકાસ ગૃહ ની વિશેષતા એ છે કે બાળકો વિદ્યાર્થીઓ વિદ્યાદાતાઓને સમયે સમયે આવકારે છે પ્રોત્સાહિત કરે છે આ વટવૃક્ષ સમાન સંસ્થાના મોભી કરશનભાઇ ડાંગર ના નેજા હેઠળ શિક્ષણ સલામતી હસ્ત ઉદ્યોગ વિવિધ કાર્યક્રમો  સહિત અનેક વિધ સેવા આપતી પેટા સંસ્થાઓ કાર્યરત છે

આ તકે સંસ્થાની યાદી જણાવે છે કે   શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગર સંચાલિત મહિલા અધ્યાપન મંદિરના પ્રથમ વર્ષના તાલીમાર્થીઓ નો પ્રવેશોત્સવ સંસ્થાનાં પ્રમુખ શ્રી કરશનભાઈ ડાંગર ની અધ્યક્ષતા માં યોજાયો, જેમાં મુખ્ય અતિથિ તરીકે એ. કે.દોશી મહિલા કોલેજ ના આચાર્યા શ્રી ચેતનાબેન ભેંસદડિયા ઉપસ્થિત રહ્યાં હતાં. સૌ એ પ્રવેશ મેળવનાર ને આવકાર્યા હતાં. મા મંત્રીશ્રી સુચેતાબેન, કા.મંત્રી પાર્થ પંડ્યા, સંસ્થાનાં શિક્ષણવિભાગ નાં વડા શ્રીઓએ શુભેચ્છા પાઠવી હતી.આચાર્યા શ્રી જીજ્ઞાબેન એ સૌનું સ્વાગત કર્યું હતું.બીજા વર્ષ ની તાલીમાર્થઓ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવા માં આવ્યું હતું.

 

@_____________

BGB

GOV ACCRE. JOURNALIST

8758659878

JAMNAGAR

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button