દાહોદના રેલ્વે સ્ટેશનની પાસે આવેલી પાણીની ટાકી ઓવર ફ્લો થતા ઘરોમાં પાણી ભરાઈ જતાં લોકોમાં રોષ

તા.૨૪.૦૭.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદના રેલ્વે સ્ટેશનની પાસે આવેલી પાણીની ટાકી ઓવર ફ્લો થતા ઘરોમાં પાણી ભરાઈ જતાં
પાણીની ટાકી નીચે રહેતા લોકોમાં રોષ
દાહોદના રેલ્વે સ્ટેન્સની બહાર આવેલી પાણીની ટાકી જેનું પાણી દાહોદના રેલ્વે સ્ટેશનની નજીક આવેલ રેલ્વે કોલોની રેલ્વે સ્ટેશન સહિત વિવિધ વિસ્તારોમા પાણી સપ્લાય થાય છે જયારે પણ ટાકી પાણીથી ઊભરાય છે ત્યારે તેનું પાણી ઉભરાઈ ઓવર ફ્લો થઈ પાણીની ટાંકી નીચેના ઘરોમાં ભરાય છે જે પાણી ઘરના વીજ ઉપકરણોમાં ભરતા ઘરમાં રહેતા લોકોને કરંટ પણ લાગ્યા હોવાની ઘટનાઓ પણ બની છે એ સમશ્યાનુ મુખ્ય કારણ વાલ મેન છે જે સમય સર પાણીની ટાકી પર હાજર ન રહી પોતાનુ કામ બરોબર ન કરતા હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે પાણીની ટાકી નીચે રહેતા લોકો જયારે પણ પાણી ઓવર ફ્લો થાય ત્યારે પાણીની ટાકી નીચે રહેતા લોકો વાલ મેન ને કહેવા જાય છે ત્યારે વાલ મેન દ્વારા ઉંધી વાતો કરી ઉચ્ચ કક્ષાએ મારી ફરિયાદ કરો મારું કઈ નહીં વગાડી શકો મારી ઉપર તક પહોંચ છે જે ટાકી ઉભરાય છે ઉભરાવાંદો તમને પાણી ઉભરાવવાથી તકલીફ થતી હોયતો ઘરો ખાલી કરીદો એવુ વાલ મેન દ્વારા સ્થાનિકોને કહેવામાં આવી રહ્યું છે જેથી આવા કામ ચોર વાલમેન પર કાર્યવાહી થાય એવી માંગ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે








