
જંબુસર ખાતે પ્રારંભ થયેલ શ્રીમદ ભાગવત કથાની પોથીયાત્રા સાથે કથા પ્રારંભ કરાયો
હાલ અધિક માસ હોય ભગવાનને રાજી કરવા નો શ્રેષ્ઠ માર્ગ, આ માસ દરમિયાન પૂજા, ભક્તિ, દાન, ધર્માદા, કથા કરે તો આનંદ ઘણું ફળ પ્રાપ્ત થાય છે.. જંબુસર નગર ના પૌરાણિક ગણેશ મંદિર, આશાપુરી માતા મંદિરના જીર્ણોદ્ધાર નું કાર્ય ઝડપથી પૂર્ણ થાય અને વહેલી તકે મૂર્તિઓ સ્થાપિત થાય તેવા શુભ સંકલ્પ અને જન કલ્યાણ અર્થે ટ્રસ્ટી મંડળ દ્વારા શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ધારાસભ્ય ડી કે સ્વામીની ઉપસ્થિતિમાં કરાયો હતો. આ પ્રસંગે અગ્રણી ડોક્ટર દીપકભાઈ રાઠોડ, રાજુભાઈ પટેલ, બળવંતસિંહ પઢીયાર, પ્રતાપસિંહ,ભાવેશભાઈ રામી સહિત ઉપસ્થિત રહ્યા હતા..
ભાગવત કથા નિમિત્તે ભવ્ય પોથીયાત્રા કૃષ્ણ ભજન મંડળ દ્વારા ગણેશ ચોકથી બેન્ડવાજા ની સુરાવલી સાથે ભક્તિમય વાતાવરણમાં નીકળી હતી. યાત્રા ઉપલી વાટ,સોની ચકલા, લીલોતરી બજાર,થઈ કથા સ્થાને પહોંચી હતી. ત્યારબાદ ઉપસ્થિતિ તો ન હસ્તે દીપ પ્રાગટ્ય કરી કથાનો મંગલમય પ્રારંભ કરાયો હતો…
વ્યાસપીઠ પરથી કથાકાર વંદનીય પૂજ્ય ત્રિલોચનાજીએ જણાવ્યું હતું કે મંદિર એ આપણી સંસ્કૃતિનું અંગ છે, ભણ્યા પછી ગણવાનું કામ મંદિર કરાવે છે. મંદિર થકી આત્મીયતા, સેવા પ્રવૃત્તિ, દાન ધર્મદાની પ્રેરણા મળે છે. શુષ્ક થયેલી સંસ્કૃતિને સજીવન કરતું શાસ્ત્ર એટલે શ્રીમદ ભાગવત કથા. શ્રીમદ ભાગવત એ ભગવાન કૃષ્ણનું વાગમય સ્વરૂપ છે. અધરામૃત છે, ભગવાનની ચેતના છે. તે ભાગવત માં મૂકી ગયા છે. ભાગવત એટલે ભગવાનનું,ગગનનું , વસુધા ધરા નું, પાતાળનું પણ છે. આ ત્રણેયનું હોવા છતાંય પર છે. તે ભાગવત છે. તે ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, ત્યાગથી ભરેલું છે. અને કથામાં બેસવાથી આ તમામ ગુણ આપો મનુષ્ય જીવનમાં આવે છે. આ સહિત ગણપતિ દેવોના વિવિધ અંગોની સવિસ્તાર માહિતી આપી સમજાવ્યું હતું. ભગવાન કૃષ્ણના સ્વરૂપ, સામર્થ્ય, સ્વભાવનો પરિચય સમજાવ્યો હતો…..
પોથીયાત્રા અને કથામાં મોટી સંખ્યામાં અગ્રણીઓ ભાઈ બહેન નો હાજર રહ્યા હતા
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ