મહીસાગર 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે વિરપુર તાલુકાના ગામની ત્રણ મહિના ની બાળકી નુ માતા સાથે મિલન કરાવ્યું.

આસીફ શેખ લુણાવાડા
મહીસાગર 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે વિરપુર તાલુકાના ગામની ત્રણ મહિના ની બાળકી નુ માતા સાથે મિલન કરાવ્યું.

મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ગામની 25 વર્ષીય પરિણીત યુવતીએ મહિલા હેલ્પલાઇન 181 પર ફોન કરી જણાવેલ કે પતિએ એક અઠવાડિયા પહેલાં મારઝૂડ કરી હોવાને કારણે હું પિયર માં આવી છું પરંતુ મારા બે બાળકો પતિ પાસે છે તો મારા બાળકો લાવવા છે આથી તમારી મદદ ની જરૂર છે. મહીસાગર 181 ટીમ યુવતીએ આપેલ એડ્રેસ પર પહોંચી યુવતીની હકીકત જાણી તો યુવતીને પતિ વારંવાર શારીરિક રીતે હેરાનગતિ કરે છે તથા જેઠ પણ હાથ ઉપાડે છે યુવતી ને બે બાળકો છે મોટો દીકરો ચાર વર્ષ નો છે નાની દીકરી ત્રણ મહિના ની છે પતિ તથા જેઠ નો ત્રાસ સહન ના થતા પોતે અઠવાડિયા પહેલાં પિયર જતી રહી હતી. આથી બે બાળકો પતિ પાસે હતા યુવતી એક દિવસ પિતા સાથે બાળકો લેવા ગયા તો બાળકો આપ્યા નહિ આથી 181 ટીમ ની મદદ માંગી.181 ટીમે યુવતીના જેઠ તથા સાસુ ને સમજાવ્યા કે દીકરીને અત્યારે તેની મતાની જરૂર હોય છે આથી તેની માતા પાસે રહેશે. તેમના પતિ ઘર પર હાજર નહોતા આથી તેમની સાથે ફોન પર વાત કરી સમજાવેલ તેઓ દીકરાને લઈને હોસ્પિટલ ગયા હતાં આથી યુવતીના પતિ , જેઠ, સાસુ તથા ફળિયાના માણસો સાથે વાતચીત કરી તો તેમની સંમતિથી ત્રણ મહિના ની બાળકી ને માતાને સોંપેલ છે. અને તે પરણિત યુવતી ને કાયદાકીય માર્ગદર્શન આપવામાં આપ્યું. આથી યુવતીએ 181 ટીમ નો આભાર વ્યકત કર્યો હતો.








