

રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર : મોરબી જિલ્લામાં છેલ્લા દિવસોમાં સારો વરસાદ થયો હોવાથી હાલમાં ખેડૂતોએ અગાઉ જે વાવણી કરી હતી તે પાકમાં ખાતરની જરૂરિયાત છે અને યુરિયા ખાતર લેવા માટે તેને ખેડૂતો હાલાકીનો સામનો કરી રહ્યા છે પરંતુ ખાતરનો પૂરતા પ્રમાણમાં જથ્થો આવતો ન હોવાથી ખેડૂતો રાત ઉજાગરા કરે છે તેમ છતાં પણ તેઓને ખાતર મળતું નથી જેથી કરીને તેમનો પાકને નુકસાન થાય તેવું હાલમાં ખેડૂતો જણાવી રહ્યા છે

આજે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટયાર્ડ ખાતે નર્મદા ખેડૂત કેન્દ્ર ખાતે ખેડૂતો વહેલી સવારે ત્રણ અને ચાર વાગ્યાથી ખાતર મેળવવા માટે થઈને લાઈનમાં ઉભા હતા પરંતુ ખાતરનો પૂરતા પ્રમાણમાં સ્ટોક ઉપરથી આવતો ન હોવાના કારણે હાલમાં ખેડૂતોને ખાતર મળતું નથી અને રાત ઉજાગરા કરે તેમ છતાં પણ ખેડૂતોને ખાતર મળતું ન હોવાથી ખાતરના અભાવના કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે અને સાથે ખાતરની થેલી સાથે ફરજીયાત નેનો યુરીયાની બોટલ પધરાવી દેતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ









