MORBI

મોરબીની ખારીવાડી શાળામાં બેંક ઓફ બરોડાનો સ્થાપના દિન ઉજવાયો

મોરબીની ખારીવાડી શાળામાં બેંક ઓફ બરોડાનો સ્થાપના દિન ઉજવાયો રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર 

મોરબી,ખારીવાળી પ્રાથમિક શાળામાં Bank of baroda ના 116 માં સ્થાપના દિવસના અવસર પર SSI મોરબી શાખા દ્વારા AGM& BRANCH HEAD અનિલ કુમાર તથા મેનેજર મયંકભાઈ અસોદિયા તેમજ આસિસ્ટન્ટ મેનેજર દેવેન્દ્રભાઈ ડાભીના હસ્તે ખારીવાડી પ્રા.શાળાના બાળકોને સ્ટુડન્ટ કીટ તેમજ પ્રાર્થના માટે સાઉન્ડ સિસ્ટમની ભેટ આપીને બેંકના સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવેલ હતી આ તકે નાયબ ડિપીઓ દિનેશભાઈ ગરચર દ્વારા કિટ સ્વીકારવામાં આવી હતી તેમજ નગરપાલિકાના કાઉન્સિલર માવજીભાઈ તેમજ ગામ આગેવાન પ્રભુભાઈ તથા વસંતભાઈ તેમજ એસએમસી અધ્યક્ષ રમેશભાઈએ પ્રેરક હાજરી આપી હતી.બાળકોને મનગમતી સ્ટુડન્ટ કીટ મળતા ખુશમખુશ થઈ ગયા હતા અને બાળકોના નિર્દોષ ચહેરા પર હાસ્ય રેલાઈ ગયું હતું, બાળકોને સ્ટુડન્ટ કીટ અને શાળાને માઈક સિસ્ટમ કીટ આપવા બદલ Bank of baroda ના તમામ સ્ટાફનો ખારીવાડી પ્રાથમિક શાળા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button