LUNAWADAMAHISAGAR

લુણાવાડા સામાજીક વનીકરણ રેન્જ દ્વારા લુણાવાડા તાલુકાના વિવિધ ગામોમાં ચાલુ ચોમાસા દરમ્યાન કુલ-૧૫૪૮૪૪ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યુ

આસીફ શેખ લુણાવાડા

લુણાવાડા સામાજીક વનીકરણ રેન્જ દ્વારા લુણાવાડા તાલુકાના વિવિધ ગામોમાં ચાલુ ચોમાસા દરમ્યાન કુલ-૧૫૪૮૪૪ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યુ

મહીસાગરને હરીયાળું બનાવવા ફોરેસ્ટ વિભાગનો અનોખો પ્રયાસઃ કુલ-૧૫૪૮૪૪ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યુ

વૃક્ષોની કાળજી સાથે પર્યાવરણ જતન: રાજ્ય સરકારના ગ્રીન ગ્રોથ પરિમાણને સાર્થક કરતું લુણાવાડા સામાજીક વનીકરણ રેન્જ

દર વર્ષે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર અને જતન કરી જિલ્લાની હરિયાળીમાં ઉમેરો કરવા લુણાવાડા સામાજીક વનીકરણ રેન્જ સક્રિય

પર્યાવરણના જતન માટે પોતાનું યોગદાન આપવા મહીસાગર ફોરેસ્ટ વિભાગ ખાસ કરીને લુણાવાડા સામાજીક વનીકરણ રેન્જ દ્વારા એક અનોખો અને સરાહનીય પ્રયત્ન કરવામાં આવ્યો છે. લુણાવાડા તાલુકામાં ચોમાસામાં હરીયાળી ક્રાંતિ લાવવા વન વિભાગ દ્વારા ચોમાસા દરમ્યાન કુલ-૧૫૪૮૪૪ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યુ. વનવિભાગ દ્વારા ચોમાસુ શરુ થતા આ વિસ્તારમાં આવેલ વેરાન જંગલોને લીલાછમ બનાવવા આયોજન કરવામાં આવેલ છે.

સમગ્ર રાજ્યમાં તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લામાં અનકે પ્રકારના વૃક્ષોનું વાવેતર લુણાવાડા સામાજીક વનીકરણ રેન્જ દ્વારા કરવામાં આવ્યું છે. જેના થકી મહિસાગર જિલ્લાની હરિયાળીમાં ઉમેરો થયો છે તે સાથે પર્યાવરણની રક્ષા માટેનું પણ ઉમદા કાર્ય થયું છે.

ગોધરા સામાજીક વનીકરણ વિભાગના માર્ગદર્શન હેઠળ લુણાવાડા સામાજીક વનિકરણ રેંન્જ દ્વારા ચાલુ ચોમાસા દરમ્યાન ખેડૂતોને સરકારના નવિન અભિગમ વૃક્ષખેતી તરફ પ્રેરિત કરીને ખેડુતો વધુમાં વધુ વૃક્ષો વાવે તે બાબતે વન વિભાગ ગુજરાત રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ઘ ફોરેસ્ટ ફોર્સ દ્વારા વન વિભાગના તમામ સ્ટાફને ઘનિષ્ઠ વનીકરણ કરાવવા માટે સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ

જે માર્ગદર્શન અને સુચના ના આધારે લુણાવાડા સામાજીક વનિકરણ રેંન્જમાં અલગ-અલગ ગામોમાં કુલ-૧૫૪૮૪૪ રોપાઓનુ વાવેતર કરાવવામાં આવ્યુ છે તથા વન મહોત્સવ અંતર્ગત ઉછેરવામાં આવેલા ૫૩૧૦૦૦ હજાર રોપાઓનુ વિતરણ કરવામાં આવનાર છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button