
મણિપુરમાં બે મહિલાઓને નગ્ન કરી પરેડ કરાવવાના મામલે હવે વડાપ્રધાન મોદીએ પણ પ્રતિક્રિયા આપી છે. પત્રકારોને સંબોધતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, મણિપુરની ઘટના ખરેખર શરમજનક છે. કોઈ દોષિતને છોડવામાં નહીં આવે. આ આખા દેશનું અપમાન થઈ રહ્યું છે. મારા હૃદયમાં ઘણો ક્રોધ અને પીડા છે. હું દેશને વિશ્વાસ અપાવું છું કે કોઇ દોષિતને છોડવામાં નહીં આવે.
ઉલ્લેખનીય છે કે મણિપુરમાં એક વીડિયો વાયરલ થયો છે જેને લઈને દેશભરમાં રોષની સ્થિતિ જોવા મળી રહી છે. તેમાં જોઈ શકાય છે કે કેટલાક હિંસક લોકો બે મહિલાઓને નગ્ન કરીને લઈ જઈ રહ્યા છે અને તેમના શરીર સાથે અડપલાં પણ કરી રહ્યાં છે. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે આ બંને મહિલાઓ સાથે સામૂહિક દુષ્કર્મની ઘટનાને અંજામ અપાયો હતો. આ મામલે સરકારે આદેશ જાહેર કર્યો હતો કે મણિપુરનો આ વીડિયો વાયરલ કે શેર ન કરવામાં આવે.
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ તમામ સાંસદો અને સંસદના બંને ગૃહોને સુચારુ રીતે ચલાવવા માટે સહયોગ કરવા અપીલ કરી હતી. તેમણ કહ્યું કે અમે આ વખતે સંસદમાં કામના બિલો લાવીશું. જે પ્રજાના હિતોને આધારિત હશે. મારી તમામ પક્ષોને અપીલ છે કે તેઓ અમને આ બિલ પાસ કરવામાં સહયોગ કરે.
https://twitter.com/i/broadcasts/1BdxYyyAMklxX










