
તા.૧૯/૭/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
બિપરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તો માટે તંત્ર દ્વારા બચાવ, રાહત અને પુનઃવસનના કામો અસરકારક રીતે થયા હતા. જે માટે પ્રભારી મંત્રીશ્રી રાધવજીભાઇ પટેલે જિલ્લાના અધિકારીઓને બિરદાવ્યા હતા. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૧૦૭૬ અસરગ્રસ્ત લાભાર્થીઓને રૂ. ૨૫.૧૭ લાખની સહાય ચૂકવાઈ હતી. જયારે એક પશુ મૃત્યુ થતા ૩૦ હજારની સહાય, ૧૩ કાચા મકાનને આંશિક નુકશાનીના રૂ. ૧,૩૦,૦૦૦ ચૂકવાયા હતા. બે કાચા મકાનને આંશિક નુકશાનીના રૂ. ત્રીસ હજાર ચૂકવાયા હતા.

પી.જી.વી.સી.એલ. દ્વારા બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત ૧૬૧૪ ફીડરને રીપેર કરી પુનઃ ચાલુ કરાયા હતા. અસરગ્રસ્ત ૨૧૭૨ પોલને રીપેર કરાયા હતા. અસરગ્રસ્ત એચ.ટી.(હાઈ ટેન્શન) લાઈન ૨૮.૩૦ અને એલ.ટી.(લો ટેન્શન) લાઇન ૨૦.૬૫ રીપેર કરાયા હતા તેમ જિલ્લા વહીવટી તંત્રની યાદીમાં જણાવાયું છે.
[wptube id="1252022"]








