
વાંકાનેર શહેર-તાલુકા દ્વારા પકડેલા ઇંગ્લિશ દારૂના જથ્થાનો નાશ કર્યો

વાંકાનેર શહેર-તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓક્ટોબર 2022 થી જૂન 2023 સુધીમાં અલગ અલગ કેસોમાં ઝડપાયેલા ઇંગ્લિશ દારૂના જથ્થાનો નાશ કરવાની મંજૂરી નામદાર કોર્ટ તરફથી મળતા આજ રોજ ગારીડા પાસે આવેલ તીરથ હોટલ નજીક લાખો રૂપિયાની અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની બોટલના જથ્થા પર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો.
જેમા વાંકાનેર પ્રાંત અધિકારી એ.એચ સિરેશિયા, નાયબ પોલીસ અધિક્ષક પી.એ ઝાલા, નશાબંધી અને આબકાર ખાતાના એસ.આર મોરી, સર્કલ પી.આઈ વી.પી ગોલ, શહેર પી.આઈ પી.ડી સોલંકી તેમજ તાલુકા પી.એસ.આઈ બી.પી સોનારા સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા
[wptube id="1252022"]





