NATIONAL

તમામ વિપક્ષી પાર્ટીઓ INDIA ગઠબંધનનો ભાગ

ઇન્ડિયન નેશનલ ડેમોક્રેટિક ઇન્ક્લુઝિવ એલાયન્સ અર્થાત ‘INDIA’. વિરોધ પક્ષોના નવા ગઠબંધનને આ નામ આપવામાં આવ્યું છે. બેંગલુરુમાં 26 વિપક્ષી દળોએ ભેગા થઈને 2024ની લોકસભા ચૂંટણી માટે નવું ગઠબંધન બનાવ્યું. આ પછી તમામ પક્ષો એક મંચ પર આવીને સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ આ ગઠબંધનના નામની ઔપચારિક જાહેરાત કરી. તેમણે કહ્યું કે ‘INDIA’ નામ પર તમામ પક્ષો સહમત થયા છે.
બેંગલુરુમાં વિપક્ષી દળોની ચાલી રહેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે તેમના ગઠબંધન જૂથનું નામ ‘INDIA’ રહેશે. કોંગ્રેસના નેતૃત્વમાં આ વિપક્ષી જૂથ અગાઉ UPA તરીકે ઓળખાતું હતું. હવે આ તમામ વિપક્ષી પાર્ટીઓ INDIA ગઠબંધનનો ભાગ બનશે. આ INDIAનું પૂર્ણ નામ ‘ઇન્ડિયન નેશનલ ડેમોક્રેટિક ઇન્ક્લુઝિવ એલાયન્સ’ (ભારતીય રાષ્ટ્રીય લોકશાહી સર્વસમાવેશી ગઠબંધન) છે.

બેંગલુરુમાં ચાલી રહેલી આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, મને ખુશી છે કે 26 પાર્ટીઓ એકજૂથ થઈને કામ કરવા માટે હાજર છે. અત્યારે આપણા બધાની સાથે મળીને 11 રાજ્યોમાં સરકાર છે. એકલા ભાજપને 303 બેઠકો મળી નથી. તેઓએ તેના સાથીઓના મતોનો ઉપયોગ કર્યો અને સત્તામાં આવ્યા પછી તેમને હાંકી કાઢ્યા.

કોંગ્રેસ પાર્ટીને સત્તા કે વડાપ્રધાન પદમાં રસ નથી

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, તેમની પાર્ટીને સત્તા કે વડાપ્રધાન પદમાં રસ નથી. ભાજપ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે સત્તાધારી પક્ષના પ્રમુખ અને પક્ષના નેતાઓ જૂના સાથીઓ સાથે સમાધાન કરવા માટે રાજ્ય-રાજ્યમાં દોડી રહ્યા છે.

1- કોંગ્રેસ
2- TMC
3- જેડીયુ
4- આરજેડી
5- NCP
6- CPM
7- CPI
8- સમાજવાદી પાર્ટી
9- ડીએમકે
10- જેએમએમ
11- આમ આદમી પાર્ટી
12- શિવસેના (ઉદ્ધવ જૂથ)
13- નેશનલ કોન્ફરન્સ
14- પીડીપી
15- આરએલડી
16- IUML
17- કેરળ કોંગ્રેસ (M)
18- MDMK
19- VCK
20- આરએસપી
21- કેરળ કોંગ્રેસ (જોસેફ)
22- KMDK
23- અપના દલ કેમેરાવાડી
24- MMK
25- CPIML
26- AIFB

આવી સ્થિતિમાં આ તમામ વિપક્ષી પાર્ટીઓ સામે સીટોની વહેંચણી સૌથી મોટો પડકારજનક રહેશે. આ વિરોધ પક્ષોને તેમના સ્થાનિક વિસ્તારમાં તેમની બેઠકો સાથે સમાધાન કરવું પડી શકે છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button