
મોરબી:કેન્સરના દર્દીઓ માટે વિનામૂલ્યે કેન્સર આયુર્વેદિક હેલ્પ કેર શરૂ થશે રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી
મોરબી: આમરણ-જામનગર હાઇવે પર આદેશબાપુ આશ્રમ કૈલાશ ટેકરી ખાતે આગામી તા 1 ઓગસ્ટના રોજ “કેન્સર આયુર્વેદિક હેલ્પ કેર” કેન્સરના દર્દીઓ માટે તદ્દન વિનામુલ્યે તિબેટીયન આયુર્વેદિક સારવારની સેવા ચાલુ થવા જય રહી છે. ભારતના સર્વ-શ્રેષ્ઠ આયુર્વેદિક ડોક્ટરોના માર્ગદર્શન મુજબ આયુર્વેદિક દવાઓ કોઈપણ નાત-જાત ના ભેદભાવ વગર તમામ દર્દીઓને વિના મૂલ્યે (ક઼ી) આપવામાં આવશે. કેન્દ્ર માટે રિનોવેશન લાગત ખર્ચ મોરબીના આદ્રોજા પરિવાર દ્વારા ઉઠાવવામાં આવ્યો છે.
જ્યારે કેન્સર આયુર્વેદિક હેલ્પ કેર સેન્ટરમાં આવતા દર્દીઓ તથા તેમના સગા-વ્હાલા માટે કેન્દ્ર ખાતે રામ રસોડું પણ શરૂ કરવામાં આવ્યું છે રામ રસોડાના આજીવન દાતા તરીકે સેવા એજ સંપતિ ફાઉન્ડેશનના અજયભાઈ લોરીયા દ્વારા ઉઠાવશે. કેન્સર આયુર્વેદિક હેલ્પ કેરના હેલ્પલાઇન નં.93275 53668 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.