
હળવદ ના ઈશ્વરનગર ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા

હળવદ પોલીસે બાતમીને આધારે ઈશ્વરનગર ગામમાં રેડ કરી હતી જેમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા મહેશ મગન વિડજા, રાજેશ કેશવજી કાલરીયા, નંદલાલ શામજી રૂપાલા, લાલજી પ્રેમજી માકાસણા, હરજીવન ઉર્ફે હકાકાકા નાનજી કૈલા અને ડાયા અમરશી કાલરીયા રહે બધા ઈશ્વરનગર તા. હળવદ વાળાને ઝડપી લીધા હતા અને રોકડ રકમ રૂ ૨૪,૭૦૦ જપ્ત કરી તમામ વિરુદ્ધ જુગાર ધારા મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
[wptube id="1252022"]








