MORBI

મોરબી:આવ્યો મજાનો સરસ મેળો નારીશક્તિને બિરદાવતો સરસ મેળો

આવ્યો મજાનો સરસ મેળો નારીશક્તિને બિરદાવતો સરસ મેળો

મોરબીની એલ.ઈ. કોલેજ મેદાનમાં મહિલા શક્તિના એક, બે નહિ પણ પુરા ૭૫ સ્ટોલ

कार्येषु मंत्री भोज्येषु माता रूपे च लक्ष्मी ।धर्मानुकूला क्षमया धरित्री ।।

સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગ્રામ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે ગુજરાત લાઈવલીહૂડ મિશન અન્વયે મોરબી ખાતે પ્રાદેશિક સરસ મેળો-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના એલ.ઈ. કોલેજ મેદાનમાં ચાલી રહેલ પ્રાદેશિક સરસ મેળામાં મહિલા સશક્તિકરણનું સ્વરૂપ નજરે દેખાય રહ્યું છે. આ પ્રાદેશિક સરસ મેળામાં એક, બે કે ત્રણ નહિ પરંતુ પુરા ૭૫ સ્ટોલ બનાવવામાં આવ્યા છે. જેમાં મહિલા સ્વયં વસ્તુનું વેચાણ કરી રહી છે. જે દેખાડે છે કે ઘરનું રસોડું હોય કે દુકાનનું કાઉન્ટર એ બધી જ કામગીરી નારી કુશળતા પૂર્વક ચલાવી જાણે છે.

આ સરસ મેળામાં ગુજરાત રાજ્યના 33 જિલ્લાના અલગ-અલગ ગામની ૭૫ સ્વ-સહાય જૂથની બહેનો તેમજ જુદા જુદા કારીગરો દ્વારા બનાવાયેલ કલાત્મક ચીજ વસ્તુઓના વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેમાં મહિલાઓને આજીવિકાની ઉત્તમ તક સાથે ગ્રાહકોને પણ અવનવી વસ્તુ ખરીદવાની ઉતમ તક આ મેળામાં મળી રહે છે. આ સરસ મેળામાં હેન્ડલુમ, હેન્ડીકાફ્ટ, ફૂડ પ્રોડક્ટ, ગૃહ સુશોભન, વણાટ કામની વસ્તુઓ, ઝુલા, ડ્રેસ મટીરીયલ, સાડી, બાંધણીના દુપટા, નાઇટ લેમ્પ, દોરી વર્કની બનાવટ, સીઝનેબલ મસાલા અને અથાણા જેવી વિવિધ ચીજ વસ્તુઓનું બહેનો/કારીગરો દ્વારા સીધુ જ વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ મેળામાં આવનાર તમામ સ્વ-સહાય જૂથની બહેનો/કારીગરોને રહેવા તેમજ જમવાની માટેની તમામ વ્યવસ્થા સરકારશ્રી દ્વારા કરવામાં આવી છે.

જે લોકો હજી આ સરસ મેળાના મુલાકાત નથી લીધી તેના માટે આ મેળાની મુલાકાત લેવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ભાવભર્યું આમંત્રણ છે. ચાલો સ્ત્રી શક્તિનું અદ્ભૂત ઉદાહરણ અને મહિલાઓના કૌશલ્યને ઉજાગર કરતા આ સરસ મેળાની મુલાકાત લઈ ‘નારી શક્તિને બિરદાવીએ, ચાલો આજે નારી શક્તિને વધાવીએ.’

[wptube id="1252022"]
Back to top button