
તા.૧૭/૭/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાન મથકોનું પુનર્ગઠન કરવામાં આવનાર છે. જે અન્વયે તમામ મતદાર નોંધણી અધિકારીશ્રી તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રીની કચેરીઓ ખાતે મતદાન મથકોની પ્રાથમિક સુધારા યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જે સુધારા યાદી જનતા પાસેથી સલાહ-સૂચનો મેળવવા માટે અધિક જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી રાજકોટની ઓફિસિયલ વેબસાઈટ https://rajkot.nic.in ઉપર ઉપલબ્ધ છે.

આથી રાજકોટ જિલ્લાની તમામ જનતાને મતદાન મથકોની પ્રાથમિક સુધારા યાદીમાં કોઈ સલાહ- સૂચનો હોય તો આગામી તા.૨૫/૦૭/૨૦૨૩ સુધીમાં નજીકની મામલતદાર તથા પ્રાંત અધિકારીશ્રીની કચેરી/કલેક્ટર કચેરી ખાતે પોતાના નામ,સરનામા તથા ફોન નંબરની વિગતો સાથેની લેખિત રજૂઆત કરવા અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, રાજકોટની યાદી દ્વારા જણાવવામાં આવે છે.
[wptube id="1252022"]








