RAJKOT

ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા પડધરી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સ્વછતા પખવાડીયાની ઉજવણી કરવામાં આવી 

તા.૧૭/૭/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

સ્વચ્છ ભારતના સંકલ્પ સાથે પડધરી પોલીસ સ્ટેશનમાં વૃક્ષારોપણ કરાયું

રાજકોટમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લીમીટેડ કંપની દ્વારા સ્વચ્છતા અંગે જનજાગૃતિ અર્થે ગત તા. ૦૧થી ૧૫ જુલાઈ સુધી ‘હમારા સંકલ્પ, સ્વચ્છ ભારત’ સુત્ર સાથે સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી કરવામાં આવી હતી.

જે અંતર્ગત ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના પાઈપલાઈન્સ વિભાગ દ્વારા પડધરી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વૃક્ષારોપણ કરીને મથકને હરિયાળું બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તથા પોલીસ સ્ટેશનમાં સ્વચ્છતા જાળવવા બે ડસ્ટબીન ભેટ આપવામાં આવી હતી. આ તકે પોલીસ અધિકારીશ્રી જી. જે. ઝાલા સહિતના સ્ટાફ તથા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના મેનેજરશ્રી અકીલભાઈ પટેલ રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button