

તારીખઃ૨૩/૦૭/૨૦૨૩ને રવિવાર થી તા.૨૯/૦૭/૨૦૨૩ને શનિવાર સુધી
“ શ્રીમદ ભાગવત કથા” નું આયોજન
કથાનું સ્થળઃ પ્રમુખસ્વામી સભાગૃહ, બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર, લીમજ રોડ, જંબુસર ખાતે રહેશે.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ
કથાનો સમયઃ બપોરે ર-૩૦ થી ૬-૦૦નો રહેશે.
૦૦૦૦૦૦૦૦૦૦
વ્યાસપીઠ પર કથાકાર
વંદનિયા પૂ. ત્રિલોચનાજી કથાનું રસપાન કરાવશે
૦૦૦૦૦૦૦૦૦૦
પવિત્ર અધિક શ્રાવણ માસ ( પુરૂષોત્તમ માસ ) માં જ્ઞાનરૂપી અમૃતગાથાનું
રસપાન કરવા ભાવિક ભકતોને આમંત્રણ
જંબુસરઃ- જંબુસરની ધર્મપ્રેમી જનતાને જણાવવાનું કે વિષ્ણુભગવાનના અતિ પવિત્ર અધિક શ્રાવણ માસમાં ( પુરૂષોત્તમ માસ ) જંબુસરના ગણેશચોક વિસ્તારમાં આવેલ અતિ પ્રાચીન ગણપતિ મંદિર અને તેના સંકુલમાં આવેલા અન્ય મંદિરોના જિર્ણોધ્ધારનું કાર્ય ઝડપથી પૂર્ણ થાય અને દેવ-દેવીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સહિત ઝડપથી સ્થાપિત થાય તેવા શુભ સંકલ્પ સાથે જન કલ્યાણ અર્થે તેમજ પિતૃ મોક્ષ અર્થે ભવ્ય જ્ઞાનરૂપી અમૃતગાથાનું જંબુસરના આંગણે તારીખઃ૨૩/૦૭/૨૦૨૩ને રવિવાર થી તા.૨૯/૦૭/૨૦૨૩ને શનિવાર સુધી
“ શ્રીમદ ભાગવત કથા” નું આયોજન કરવામાં આવ્યું છે. કથાનું આયોજન પ્રમુખસ્વામી સભાગૃહ, બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર, લીમજ રોડ, જંબુસર ખાતે કરવામાં આવ્યું છે જયારે કથાનો સમય બપોરે ર-૩૦ થી ૬-૦૦ કલાક સુધીનો રહેશે.
વ્યાસપીઠ પર કથાકાર વંદનિયા પૂ. ત્રિલોચનાજી પધારશે. કથાપ્રેમી ભકતોને સુમધુર શૈલીમાં કથાનું રસપાન કરાવશે
કથા દરમ્યાન શ્રી કૃષ્ણ જન્મ ( નંદ મહોત્સવ ), ગોવર્ધન પૂજા તથા રૂક્ષ્મણી વિવાહ જેવા પ્રસંગોની પણ ઉજવણી કરવામાં આવશે.
શ્રીમદ ભાગવત કથાની શ્રી પોથીજીની શોભાયાત્રા તા.૨૩/૦૭/૨૦૨૩ને રવિવારના રોજ બપોરે-૧-૦૦ કલાકે શ્રી કૃષ્ણ મહિલા ભજન મંડળ (મોટું )-જંબુસર ધ્વારા ગણેશચોક વિસ્તારમાં આવેલ મઢીવાળી ખડકીના નકલનદેવ મંદિરેથી નીકળી શહેરના રાજમાર્ગો પર ફરી કથા સ્થળે જશે. જયાં પોથી પૂજન, દિપ પ્રાગટય બાદ શ્રીમદ ભાગવત કથાનો મંગલ પ્રારંભ થશે.
જયારે કથાની પૂર્ણાહુતિની શોભાયાત્રા તા.૨૯/૦૭/૨૦૨૩ને શનિવારના રોજ સાંજે પ-૦૦ કલાકે કથા સ્થળેથી નીકળી દાજીબાવાના ટેકરે, નળી પાછળ ખાતે આવેલ શ્રી ભૂતનાથ મહાદેવ ખાતે જશે. પૂર્ણાહુતિ શોભાયાત્રાના યજમાન શ્રી ભૂતનાથ મહાદેવ મહિલા મંડળ – જંબુસર રહેશે.
પવિત્ર અધિક શ્રાવણ માસમાં જ્ઞાનરૂપી અમૃતગાથાનું રસપાન કરવા ભાવિક ભકતોને ટ્રસ્ટી મંડળ, શ્રી ગણપતિ મંદિર તથા શ્રી ગણેશ-આશાપુરી સેવા સમિતિ, ગણેશચોક, જંબુસર હાર્દિક આમંત્રણ પાઠવે છે.
૦૦૦૦૦૦૦૦








