મોરબી શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાતની પસ્થિતિને લઈને કોંગ્રેસ દ્વારા મોરબીના એસપીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

મોરબી શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાતની પસ્થિતિને લઈને કોંગ્રેસ દ્વારા મોરબીના એસપીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું – રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર

મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાતની સ્થિતિને કડક બનાવી આવારા તત્વો સામે આકરા પગલા લેવા મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોરબીના એસપીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.આવેદનપત્રમાં કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું હતું કે, મોરબી શહેર અને મોરબી જીલ્લામાં ગુંડા, આવારા તત્વો એ માઝા મૂકી છે દિન દહાડે જાહેરમા મારકૂટ, ઘરમાં ઘૂસીને માર મારવા, જાહેરમા બીભત્સ વર્તન કરવુ, દારૂ, જૂગાર, છેડતી જેવી ઘટનાઓ રોજ બરોજ બને છે. પોલીસ તંત્રની જાણે ઘાક જ ના હોય તેવું લોકો ચર્ચા કરી રહ્યા છે.

મોરબીના ઘારાસભ્ય અને ભાજપના પદાધિકારીનો ઓડિયો વાયરલ થયેલ, તેમાં ખુદ મોરબીના ધારાસભ્ય કહેતા સંભળાય છે કે ફાયરિંગ કરેલ તેમાં હું રાજી થયો ! અને હવે બઘા ગુંડા ભાજપ માં આવી ગયા છે. લોકો સમજે છે કે આ બઘા ગુંડા ભાજપ પક્ષના આશીર્વાદ સાથે મોરબીમાં આંતક ફેલાવે છે. ઘારાસભ્ય અને ભાજપ ઉપ પ્રમુખની વાતનો ઓડિયો વાયરલ થયા બાદ પટેલ યુવાનને આવારા, લુખ્ખા તત્વોએ રવાપર રોડ જેવાં પોશ વિસ્તારમાં ઘેર જઈને , પંદર સોળ ગુંડાઓ, ગેર કાયદેસર મંડળી રચી જાહેરમાં ઢોર માર મારેલ છે. અને દહેશતનું વાતાવરણ ઉભુ કરેલ હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.જો આવી ઘટનામા પોલીસ પોતે ફરિયાદી બની ગુનો દાખલ કરે અને આરોપીઓ વિરુદ્ધ કડક પગલાં ભરે, તેવી માંગ ઉઠાવી છે. સાથે જ ઉપરોકત ત્રણ બનાવોમા આરોપીઓ મોટી વગ ધરાવતા હોય તેમની સામે પોલીસ ફરીયાદ પણ ન થાય તેવી ધાક ધમકીઓ અપાઈ રહી છે. આ બધી ઘટનાઓ સોશિયલ મીડિયા માં વાયરલ થયેલ છે. મોરબી જીલ્લામાં ગુડા તત્વો આટલા બધા બેખોફ છે. જાણે કે કાયદા નો કોઈ ડર જ નથી તેવું લાગી રહ્યું છે. પોલીસ તંત્ર મુક પ્રેક્ષક બની ને આ બઘું જોય રહેલ હોય તેવું લાગી રહ્યું હોવાનો પણ કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો.આવેદનપત્ર આપતી વેળાએ શહેર અને જિલ્લા કોંગ્રેસ આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.









