
Tankara -હડમતીયા કન્યા તાલુકા શાળામાં ધોરણ ૬ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કલા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. ચિત્ર સ્પર્ધા, વાદ્ય સ્પર્ધા, ગાયન સ્પર્ધા અને બાળ કવિ જેવા ચાર વિભાગોમાં બાળકોએ ભાગ લીધો. શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
ચિત્ર સ્પર્ધામાં મેળવેલ નંબર -(૧) ચાવડા અંજની જેઠાભાઇ(૨) ગોસ્વામી દર્શના વિજયવન
(૩) ખાખરિયા વેનિશા રમેશભાઈ વાદ્ય સ્પર્ધા
ઢોલકી વાદન(૧) ખાખરિયા આદિત્ય કિશનભાઈ
(૨) ખાખરિયા વિવેક કિશોરભાઈ (૩) ચાવડા પ્રિન્સ રમેશભાઈ તબલા વાદન -(૧) ખાખરિયા યશ સુનિલભાઈ (૩) ખરા નૈતિક હરેશભાઈ બાળ કવિ સ્પર્ધા (૧) સિણોજીયા વૃંદા નિલેશભાઈ
ઉપરોક્ત પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીઓ સી.આર.સી. કક્ષાએ શાળા કક્ષાનું પ્રતિનિધિત્વ કરશે..આજે તા. ૧૪/૭/૨૦૨૩ ના રોજ વિશેષમા હરિકોટા ખાતે ચંદ્રયાન-૩ નું સફળ પરિક્ષણ કર્યું તે બાળકોએ નિહાળીને આનંદીત થયા હતા