MORBI

લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા રણછોડનગર હનુમાનજી મંદિર ખાતે બટુક ભોજન કરવામાં આવ્યું

લાયન્સ ક્લબ સીટી દ્વારા રણછોડનગર હનુમાનજી મંદિર ખાતે બટુક ભોજન કરવામાં આવ્યું – રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર 

લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા રણછોડ નગર હનુમાનજી મંદિર ના પટાંગણમાં બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું


લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા હર હંમેશ અનેક સેવાના પ્રોજેક્ટ કરવામાં આવતા હોય છે ત્યારે આજરોજ ગુરૂવારના પવિત્ર એકાદશીના રોજ નવલખી રોડ ઉપરના રણછોડ નગર ખાતે આવેલ સાંઈ મંદિર તેમજ હનુમાનજી મંદિર ના પટાંગણમાં રણછોડ નગર વિસ્તારના બાળકોને અને પરિવારના આશરે ૩૫૦/- નાનામોટા ને સાંજનું ભોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી ના સૌજન્યથી તથા સૌરાષ્ટ્ર કચ્છ ના ફર્સ્ટ વાઈસ ગવર્નર ના સહયોગથી કરાવવામાં આવ્યું
આ તકે ઉપસ્થિત મોરબી સિટીના પ્રમુખ કેશુભાઈ દેત્રોજા,લાયન્સ ઇન્ટરનેશનલ ના સૌરાષ્ટ્ર કચ્છનાં પ્રથમ વાઈસ ગવર્નર રમેશભાઈ રૂપાલા તેમજ પૂર્વ પ્રમુખ લા. ભીખાભાઈ લોરીયા, સેક્રેટરી લા. ટી.સી. ફુલતરીયા ખજાનચી લા.મણિલાલ કાવર, લા.પ્રાણજીવનભાઈ રંગપડીયા, લા. મહાદેવભાઈ ચીખલીયા, લા. મહાદેવભાઈ ઉટવાડીયા તેમજ લા નાનજી ભાઈ મોરડીયા મંદિરના મહંત બાબુભાઈ એ બાળકોને તેમજ દરેક ને હરિહર ની હાકલ કરી પ્રથમ દરેક દેવોને લાયન્સ ક્લબના પ્રમુખ અને લાયન્સ સભ્યો અને મહંત બાબુભાઈના હસ્તે થાળ ધરાવી હનુમાનજી મંદિર નાં પટાંગણમાં બાળકોને બટુક ભોજન કરાવેલ તેમ મંત્રી શ્રી ટી.સી. ફુલતરીયા એ જણાવેલ.

[wptube id="1252022"]
Back to top button