મોરબી લેક્સેસ કંપનીના ૧૪.૬૬ કરોડની ટેક્સ ચોરીમાંબે ડિરેક્ટર અને એકાઉન્ટન્ટ ની CGST એ કરી ધરપકડ

મોરબી લેક્સેસ કંપનીના ૧૪.૬૬ કરોડની ટેક્સ ચોરીમાંબે ડિરેક્ટર અને એકાઉન્ટન્ટ ની CGST એ કરી ધરપકડ
સીજીએસટી વિભાગ દ્વારા ટેક્સ ચોરીની ફરિયાદો ઉઠતા તપાસ શરુ કરવામાં આવી હતી જેમાં મોરબીના લખધીરપુર રોડ પર આવેલ લેક્સેસ ગ્રેનાઈટોમાં પણ ત્રણ દિવસ સુધી તપાસ ચલાવીને ૧૪ કરોડથી વધુની ટેક્સ ચોરી ઝડપી પાડીને કંપનીના બે ડીરેક્ટર અને એક એકાઉન્ટટ સામે કોર્ટમાં કેસ કરવામાં આવ્યો છે તો કોર્ટની કાર્યવાહી દરમિયાન ત્રણેયના જામીન અંગે પણ સુનાવણી હાથ હધરવામાં આવી છે જે જામીન અરજીની સુનવણીનો ચુકાદો આવતીકાલે આપવામાં આવશે તો લેક્સેસ ગ્રેનાઈટો દ્વારા અન્ડર બિલીંગ અને બીલ વગર માલનું વેચાણ કરવામ આવ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ લેક્સેસ ગ્રેનિટો સિરામિક ફેકટરીમાં સીજીએસટી વિભાગ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું જેમાં ૨૦૨૧ અત્યાર સુધીમાં ૧૪.૬૬ કરોડ જેટલી ટેક્સ ચોરી કરી હોવાનું સામે આવતા સીજીએસટી વિભાગ દ્વારા સાહિત્ય, કોમ્પ્યુટર, સીડી સહિતના ડોક્યુમેન્ટ કબજે કરવામાં આવ્યા હતા અને આ ફેકટરીના ભાગીદાર હિતેશ બાબુભાઇ દેત્રોજા, અનિલભાઈ બાબુભાઇ દેત્રોજા અને કંપનીના એકાઉન્ટન્ટ રાજેશભાઇ રણછોડભાઈ દેત્રોજાની સીજીએસટી વિભાગ દ્વારા ધરપકડ કરી કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા.સેક્શન 132 મુજબ ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે આરોપીઓને મોરબી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.તેમજ કોર્ટમાં ત્રણેયના જામીન અંગે પણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં કોર્ટમાં દ્વારા બંને પક્ષની દલીલ સંભાળવામાં આવી છે અને જામીન અરજી અંગેનો ચુકાદો આવતીકાલ પર મુલતવી રાખવામાં આવ્યો છે.









