RAJKOT

૧૫ જૂલાઈના રોજ જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાશે

તા.૧૩/૭/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીની અધ્યક્ષતામાં તા. ૧૫ જૂલાઈ, ૨૦૨૩ના રોજ કલેકટર કચેરી ખાતે બપોરે ૩.૩૦ કલાકે રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાશે. જેમાં ચોમાસાની ઋતુને અનુલક્ષીને માર્ગ સલામતીની તકેદારી, અકસ્માત ઝોન અને લોકપ્રશ્નો સહિતની વિવિધ બાબતોની સમીક્ષા કરાશે. આ બેઠકમાં રોડ સેફટી કાઉન્સિલના અધ્યક્ષશ્રી, ટ્રાફિક શાખા, આર.ટી.ઓ સહીત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

[wptube id="1252022"]
Back to top button