BHARUCH

નેત્રંગ તાલુકાના થવા પ્રાથમિક શાળા ખાતે PSI કે.એન.વાઘેલા ની ઉપસ્થિતીમા SPC પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો.

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૧૨/૦૭/૨૦૨૩

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના થવા ગામની પ્રાથમિક શાળા ખાતે SPC પ્રવેશ ઉત્સવ ની ઉજવણી ના ભાગરૂપે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ ના માર્ગદર્શન હેઠળ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નેત્રંગ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એન.વાઘેલા દ્વારા વિદ્યાર્થી ઓ ને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા, તેમજ પી.એસ.આઈ દ્વારા વિદ્યાર્થીઓને પોલીસ મથકની મુલાકાત કરવા માટે આમંત્રણ આપ્યું હતું. જેથી વિદ્યાર્થીઓ પોલીસની કામગીરી વાકેફ થઇ સકે. વધુમા જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓ માટે તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલ અજીતભાઈ દ્વારા શૈક્ષણિક સાહિત્ય વિદ્યા મંદિરના મુખ્ય શિક્ષકને અર્પણ કર્યું હતું. ત્યાર બાદ નવા SPC ના વિદ્યાર્થીઓને તિલક કરી તેમજ હાથમાં ફૂલ આપી શાળા માં પ્રવેશ આપવામા આવ્યો હતો. સાથે વિધાર્થીઓને એસ.પી. સીમા જોડાવવા આહવાન પોલીસ સબ ઇન્સ્પેક્ટરે કર્યું હતું.

 

 

[wptube id="1252022"]
Back to top button