MORBI

વાંકાનેરના તરકીયા માંથી ગાંજાનું વાવેતર ઝડપાયું

વાંકાનેરના તરકીયા માંથી ગાંજાનું વાવેતર ઝડપાયું

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે મળેલી બાતમીના આધારે તરકિયા ગામની સીમમાં વાડીમાં વાવેલ લીલા ગાંજાના જંગી જથ્થો પકડી પાડીને વાડી માલિકની ધરપકડ કરી છે

.

 

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસને વાંકાનેર તાલુકાના તરકિયા ગામની સીમમાં ઢોરાવાળી વાડીમા આરોપી ભીખુભાઇ પોલાભાઈ ડાભીએ નશીલા પદાર્થ ગાંજાનું વાવેતર કર્યું હોવાની બાતમીને આધારે દરોડો પાડી લીલા ગાંજાના 326 છોડ, વજન 63 કિલો 450 ગ્રામ, કિંમત રૂપિયા 6,34,500નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ એનડીપીએસ એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button