
જંબુસર તાલુકામાં ચાલુ સાલે કૃષિ યોગ્ય વરસાદ થતાં ખેડૂતોએ પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આખા વર્ષના રોટલા કાઢવા અને બે પાંદડે થવાની આશામાં સારા પ્રમાણમાં ચોમાસુ ( ખરીફ ) પાકનું વાવેતર કરેલ છે.
પ્રાચીન સમયથી કૃષિ ભારતના મોટાભાગનાં લોકોની આથિઁક પ્રવૃતિ રહી છે.આજે પણ ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ રહ્યો છે.ખેતી ભારતનું એક મહત્વનું સંસાધન છે.શ્રમ શક્તિનાં લગભગ ૬૪ ટકા જેટલા લોકો ખેતી કાર્યોમાં જોડાયેલા છે.ભારતનાં લોકોને માત્ર ખોરાક પૂરો પાડવા ઉપરાંત ઉધોગો માટે વિવિધ પ્રકારનો કાચો માલ પણ ખેતીમાંથી જ મળે છે. કપાસ ખરીફ પાક છે. ભરૂચ જિલ્લો કાનમ કપાસનાં પ્રદેશ તરીકે ઓળખાય છે.જેથી રોકડિયા પાક તરીકે કપાસનું વાવેતર વધું જોવા મળે છે.આ વર્ષનું ખરીફ પાકનું વાવેતર નીચે મુજબનું છે . ————– કપાસ – ૨૬૯૦૦ હેક્ટર તુવેર – ૬૨૩૦ હેક્ટર શાકભાજી – ૧૮૦ હેક્ટર ઘાસચારો – ૪૩૦ હેક્ટર કુલ. – ૩૩૭૪૦ હેક્ટર
જો કે અત્યારે કૃષિમાં ટેકનિકલ અને સંસ્થાકીય સુધારા આવ્યા છે.પહેલાનાં જમાનામાં દાતરડું , કોડાળી , પાવડો , ઓરણી , હળ , ગાડું જેવા ટાંચાં અને સાદાં સાધનો વડે ખેતી કાર્ય કરવામાં આવતું હવે એમાં આધુનિક ઉપકરણોએ પગ પેસારો કર્યો છે.જે પૈકી ટ્રેક્ટર , ટ્રેલર્સ , રોટાવેટર , થ્રેસર , હાર્વેસ્ટર જેવા આધુનિક ઉપકરણો વાપરવા લાગ્યા છે સાથે રાસાયણિક ખાતરો , હાઈબ્રીડ બિયારણો , બીટી બિયારણ તેમજ જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવાથી પાકની વૃદ્ધિમાં વિકાસ અને વધુ પ્રમાણમાં એટલે કે મબલક પાકનું ઉત્પાદન થઈ રહ્યું છે.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ





