MORBI

મોરબીના યુવાને યુવતી વિશે ધમકીભર્યો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ફરિયાદ નોંધાઈ

મોરબીના યુવાને યુવતી વિશે ધમકીભર્યો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ફરિયાદ નોંધાઇ

મોરબીમાં રહેતી યુવતી એ સામાકાંઠે શીવસોસાયટીમાં રહેતા આરોપી કૌશિકસિંહ ઉર્ફે બબુભા મીઠુભા જાડેજા વિરુદ્ધ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તારીખ ૦૫ના રોજ યુવતીને તેમના મામાના દીકરાએ વ્હોટસેપમાં એક વીડિયો ક્લિપ મોકલી હતી. જેમાં આરોપી કૌશિકસિંહ એવું કહી રહ્યો હતો કે, જે હનીટ્રેપ કાંડમાં ડોકટરોને ફસાવે છે અને કરોડોના કૌભાંડ મોરબીમાં કરી રહ્યા છે. આ પ્રકારની અભદ્ર ભાષાનો પ્રયોગ કરી યુવતીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો અને સોશિયલ મીડિયામાં તેણે આ વિડીયો વાયરલ કર્યો હતો.

બાદમાં તા.૦૬ના રોજ બીજો એક વિડીયો કૌશિકસિંહે વાયરલ કર્યો હતો. જેમાં તે એવી ગર્ભિત ધમકી આપી રહ્યો હતો કે, હું તમારો સદંતર-નીદંતર નાશ કરી નાખીશ અને બા બનવુ હોયને તો બાપુ પાસે આવવુ પડે. તમને આ ગરાસીયાનો દિકરો બાપુ દેખાડી બતાવશે કે બા કેવી રીતે બનાય. બાપુ ભેગા હોય ને તોજ બા બની શકાય. હું બદલો લઇશ. આમ આ બંને વિડીયો મામલે યુવતીએ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

[wptube id="1252022"]
Back to top button