JETPURRAJKOT

વીરપુર ગોંડલ નેશનલ હાઇવે પર બાઈક માં લાગી આગ

તા.૧૧/૭/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

વીરપુર ગોંડલ નેશનલ હાઇવે પર વીરપુર બસસ્ટેન્ડ નજીક પંચવટી હોટલ પાસે એક બાઈક માં આગ લાગવાની ઘટના સામે આવી હતી બાઈક ચાલક ગોંડલ તરફથી જેતપુર તરફ જઈ રહ્યો હતો ત્યારે અચાનક વીરપુર પાસે હાઈવે પર શ્વાન રોડ વચ્ચે આડે ઉતરતા બાઈક સ્લીપ થયું હતું અને બાઈકમાં અચાનક આગ લાગી હતી,

બાઇકમાં આગની ઘટનાને લઈને ગોંડલ ફાયર ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ બાઈક બળીને ખાખ થયું હતું,બાઈક ચાલક મોરબી જિલ્લાના મિતાણાં ગામનો જયદીપ હિતેશભાઈ ઢેઢી ઉ.વ.24 વાળાને ઇજા થતાં વીરપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button