BHARUCHBHARUCH CITY / TALUKO

નરેશભાઈ પટેલના જન્મદિવસે ભરૂચ જિલ્લામાં બે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા.

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૧૧/૦૭/૨૦૨૩

જન્મદિવસને અવિસ્મરણીય અને યાદગાર બનાવનાર રક્તદાતાઓ અને સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કરતાં નરેશભાઈ પટેલ વર્ષોથી પોતાના જન્મદિવસને સમાજ સેવામાં સમર્પિત કરીને જરૂરિયાતમંદોને ઉપયોગી બનવાની નેમ સાથે ઉજવણી કરનાર એવા શ્રી ખોડલધામ મંદિરના પ્રણેતા અને જેમની ૨૨૦ થી વધુ વખત રક્તતુલા થઈ છે તેવા શ્રી નરેશભાઈ પટેલનો જન્મદિવસ અવિસ્મરણીય અને યાદગાર બની રહ્યો. ૧૧ જુલાઈ ને મંગળવારના રોજ પોતાના ૫૮ વર્ષ પૂર્ણ કરીને ૫૯ મા વર્ષમાં મંગળ પ્રવેશ કરનાર નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં ઠેર ઠેર બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ, વૃદ્ધોને ભોજન, દર્દીઓને ફ્રુટ વિતરણ સહિતના સેવાકાર્યો કરીને ઉજવવામાં આવ્યો હતો. પોતાના જન્મદિવસને સેવામય બનાવવા બદલ નરેશભાઈ પટેલે તમામ રક્તદાતાઓ અને ખોડલધામ સમિતિઓના કન્વીનરો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો. ૧૧ જુલાઈ ને મંગળવારના રોજ નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટ દ્વારા ભરૂચ સહિત રાજ્યભરમાં કુલ ૫૮ થી વધુ જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. રાજયભરમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ પ્રથમ વખત રાજ્ય બહાર મધ્યપ્રદેશના ઝરખેડામાં અને ચેન્નાઈમાં પણ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો અને હજારો રક્તદાતાઓએ રક્તદાન કરતાં હજારો યુનિટ બ્લડ એકત્ર થયું હતું. તમામ રક્ત વિવિધ બ્લડ બેંકમાં જમા કરાવવામાં આવ્યું હતું. સવારથી જ મોટી સંખ્યામાં રક્તદાતાઓ રાષ્ટ્રસેવાના આ ભગીરથ કાર્યમાં સહભાગી થવા માટે ઉમટી પડ્યા હતા અને રક્તદાન કરીને નરેશભાઈ પટેલના માધ્યમથી જરૂરિતામંદ દર્દીઓ માટે રક્તદાન કર્યું હતું.

 

ભરૂચ જિલ્લામાં પણ ઝાડેશ્વર પાટીદાર સમાજની વાડી ખાતે અને અંકલેશ્વરમાં માનવ મંદિર હોલ ખાતે થયા હતા જેમાં ખોડલધામ ટ્રસ્ટી ભરતભાઈ પટેલ મનસુખભાઈ રાદડિયા પંકજભાઈ ભુવા હિંમત ભાઈ શેલડીયા જિલ્લા કન્વીનર જયશીલ પટેલ અંકલેશ્વર તાલુકાના ખોડલધામ સમિતિ ના કનવીનર દેવેન્દ્ર સાવલીયા ખોડલધામ વિદ્યાર્થી સમિતિના તરુણભાઈ રાદડિયા તથા તેમની ટીમ, ઝાડેશ્વર ગામના અગ્રણી નરેશભાઇ પટેલ, કૌશિકભાઇ પટેલ, પ્રશાંતભાઈ પટેલ સમાજ ના પ્રમુખો દિનેશભાઇ પટેલ, આમોદ ચંદ્રકાંત પટેલ, જંબુસર અશોકભાઈ વેકરીયા, ભરૂચ ઉપસ્થિત રહાયા હતા અને મહિલા ઓ સહિત ખોડલધામ ના સૈનિકો અને સામાજિક રાજકીય આગેવાનો ભરૂચ જિલ્લાના ઝઘડિયા, અંકલેશ્વર, વાલીયા, નેત્રંગ, જંબુસર, આમોદ તાલુકા માંથી ઉમટી પડ્યા હતા અને રક્તદાન અને મહાદાન માની રક્તદાન કર્યું હતું

 

 

 

[wptube id="1252022"]
Back to top button