MORBIMORBI CITY / TALUKO

દિકરી ને અપશુકન ગણી ને ઘર ની બાર કાઢી મૂકતાં માં બાપ ને માવતર ની સમજ આપતી 181 મોરબી ટીમ

દિકરી ને અપશુકન ગણી ને ઘર ની બાર કાઢી મૂકતાં માં બાપ ને માવતર ની સમજ આપતી 181 મોરબી ટીમ
હજુ પણ ગામડાંના વિસ્તાર માં અંધશ્રદ્ધા પ્રચલિત જોવા મળે છે આજરોજ તારીખ 9/7/23 ના રાત સમય માં મોરબી ના ગામડા માંથી સરપંચ નો ફોન આવેલ કે એક નાની દીકરી ને તેના માતા પિતા મારપીટ કરે છે જમવાનું આપતા નહિ અને ઘર માં રાખતા નથી તો તેની મદદ કરવા માટે આવો એટલું જ સાભાડતા મોરબી 181 ટીમ ના કાઉન્સિલર જીનલ બેન વણકર અને કોન્સ્ટેબલ જ્યોત્સના બેન ઘટના સ્થળે દોડી ગયા..

ત્યાં ગયા બાદ જાણવા મળેલ કે દીકરી ની ઉંમર તો ફક્ત 6 વર્ષ ની જ છે અને તેના માતાપિતા તેમને રાખવાની મનાઈ કરે છે વધુ માં ગામ ના લોકો પાસેથી જાણવા મળેલ કે તેના માતાપિતા અંધશ્રદ્ધા માં માને છે દીકરી નો જનમ કાળી ચૌદસ ના દિવસ થયેલ જે દિવસ ને તે ખરાબ માને છે અને વધુ માં તે દીકરી ના જન્મ ના 15 દિવસ પછી દીકરી ની માતા ને મોંઢા નું કેન્સર થયેલ એટલે તે લોકો માને છે કે આ દીકરી ના પગલાં ઘર માં પડવાની તેમના જીવનમાં મુશ્કેલી આવેલ છે એટલું જ સાંભળતા 181 ટીમ દીકરી ના માતા પિતા ને મળેલ અને દીકરી ને ના રાખવાનું કારણ પૂછ્યું તો તેમને જણાવેલ છે દીકરી અમારી વાત નથી માનતી અને આ દીકરી કાળી ચૌદસ ના દિવસ જન્મી છે ……તો 181 ની ટીમે તેમને સમજાવેલ છે જનમ અને મુત્યુ કોઈ ના હાથ માં નથી હોતા અને આ તમારી દીકરી હજુ 6 વર્ષ ની છે તો તમારી બધી વાતો કઈ રીત ના માનસે ?? અને કાળી ચૌદસ ના દિવસે જન્મેલા કોઈ માણસો કોઈ ની જિંદગીમાં કાળ લઈ ને નથી આવતા અને તમે ગુટકા અને માવો ખાવ છો તો તમારે મોઢા નું કેન્સર જ થવાનું છે તો તમે બધો આક્ષેપ દીકરી પર ના નાખો અને આવી ખોટી અંધશ્રદ્ધા માં માણવાની જરૂર નથી હવે પછી તમારી દીકરી પર કોઈ પણ પ્રકાર નો અત્યાચાર થવો જોઈએ નહિ અને દીકરી ને સ્કૂલ માં ભણવા માટે મોકલજો આવી રીત ના દીકરી ના માતા પિતા counseling કરી ને સમજાવેલ.
આમ 181 ની ટીમે દીકરી ની જિંદગી સુધારવાનો પ્રયત્ન કરેલ અને માં બાપ ની ફરજ ભૂલી ગયેલા માં બાપ ને તેમની ફરજ યાદ અપાવેલ…આવી રીતે મોરબી 181 ટીમે સહાનીય કામગીરી કરેલ.

[wptube id="1252022"]
Back to top button