MORBIMORBI CITY / TALUKO

આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકા આવેદન પાઠવી મોરબીને કચરા મુક્ત બનાવવા માંગ…

આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકા આવેદન પાઠવી મોરબીને કચરા મુક્ત બનાવવા માંગ.. રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર 

આમ આદમી પાર્ટી મોરબી શહેર પ્રમુખ હિતેશભાઈ ભટ્ટની આગેવાની હેઠળ ચીફ ઓફિસરને આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું છે કે મોરબી નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાંથી અવારનવાર મૌખિક ફરિયાદો મળે છે પાલિકાના વિવિધ વિસ્તારો જેવા કે દોશી હાઈસ્કૂલથી મકરાણી વાસને જોડતો રોડ, નકલંક હોસ્પિટલ પાસે રુદ્ર પ્લાઝા કોમ્પેલ્ક્ષ પાછળ, મચ્છુમાં ના મંદિર સામે, મહેન્દ્રપરા નાકા તેમજ વાંકાનેર દરવાજા પાસે કચરાના ઢગલા થઇ ગયા છે અનેક રજૂઆત છતાં કચરાના ઢગલા ઉપાડવામાં આવતા નથી ગંદકીને પગલે રોગચાળો ફેલાય છે

દોશી હાઈસ્કૂલથી મકરાણી વાસને જોડતા રોડ પર કચરાના ઢગલા પાસે દીવાલ ઘણા સમય પૂર્વે પડી ગઈ છે અને દીવાલ પછી વોકળો આવેલ છે જે હોક્ળામાં છ માસ પૂર્વે એક કાર ચાલક સાથે પડી હતી તેમજ અવારનવાર ગાયો પણ પડતી હોય છે જેથી દીવાલ તાત્કાલિક રીપેર કરાવી કચરો ઉપાડી લેવા માંગ કરી છે તેમજ પાલિકાના તમામ વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સફાઈ અભિયાન ચલાવવા માંગ કરવામાં આવી છે

[wptube id="1252022"]
Back to top button