
મોરબી -પાવડીયારી રોડ પર ધસમસતા પ્રવાહમાં કાર ફસાઈ રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી
મોરબીના પાવડીયારી પાસે નીચાણવાળા એક નાળામાં ભરાયેલા વરસાદી પાણીના પ્રવાહમાંથી એક કારચાલકે કાર પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે નાળા અને પાણીની ઊંડાઈનો ખ્યાલ ન રાખનાર કારમાં બેસેલા આ બે યુવક બરાબરના ફસાયા હતા, કારણકે કાર લગભગ અડધી પાણીમાં ડૂબી ગઈ હતી અને કારમાં પાણી ભરાઈ ગયા હતા.

કારમાં સવાર આ બંને યુવકો પોતાનો જીવ બચાવવા કારની છત પર ચડી બેસી ગયા હતા. ઘટનાની જાણ થતા આસપાસના કારખાનામાં કામ કરતા સ્થાનિક લોકોએ દોરડા વડે બંને યુવકની રેસ્ક્યુ કર્યું અને કાર બહાર કાઢવા માટે જેસીબી મશીન બોલાવાયું હતું.

[wptube id="1252022"]








