NATIONAL

50 વર્ષ જૂનો પુલ તૂટ્યો, 700થી વધુ રસ્તા બંધ, પાર્કિંગમાંથી 10 વાહનો પાર્વતી નદીમાં વહી ગયા

હિમાચલ પ્રદેશમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા વરસાદે મોટી આફત સર્જી છે. અહીં પહાડોથી લઈ જમીન સુધી કુદરતે કહેર વરસાવ્યો છે. મંડી જિલ્લામાં નદીના ભારે વહેણમાં 50 વર્ષ જૂના પુલ વહી ગયો છે. તો બીજી તરફ કુલ્લુનો પર્યટન વિસ્તાર કસૌલમાં પાર્કિંગમાંથી 10 વાહનો પાર્વતી નદીમાં વહી ગયા હોવાની માહિતી મળી છે. આ જ રીતે કુલ્લીમાં એક કાર બ્યાસ નદીમાં વહી ગઈ છે.
કસોલમાં રસ્તાના કિનારે હાઈવે પર વાહનો પાર્ક કરેલા હતા. આ દરમિયાન પાર્વતી નદીમાં પૂર આવ્યું હતું. લોકો કંઈ સમજે કે વાહનો હટાવે તે પહેલા ધમસમતા આવેલું નદીનું વહેણ તમામ વાહનોને ખેંચી ગયું હતું. આ જ રીતે મંડીમાં પૂરમાં કુલ્લુ-બંજાર-લુહરી-રામપુરાને જોડતો 50 વર્ષ જૂનો પુલ પણ પાણીમાં વહી ગયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જ્યારે આ પુલ વહી રહ્યો હતો, ત્યારે લોકોની ચીસોની પણ અવાજો સંભળાઈ રહી છે.
તો વધુ એક પુલ પણ પાણીમાં વહી ગયો હોવાની ઘટના સામે આવી છે. નાલાગઢમાં હરિયાણા-હિમાચલને જોડતો મઢાવાલા પુલ પણ પાણીમાં વહી ગયો છે. પાણીમાં પુલ વહી જવાના કારણે હિમાચલનો સૌથી મોટો ઈન્ડસ્ટ્રીયલ એરિયા બદ્દી બરોટીવાલા નાલાગઢનો દેશ-દુનિયા સાથે સંપર્ક તુટી ગયો છે. ભારે વરસાદ અને ઉછાળા લેતી નદીઓના કારણે લોકોએ બહાર આવવાનું પણ સંપૂર્ણ ટાળી દીધું છે. તો નેશનલ હાઈવે પિંજોર બદ્દી માર્ગ પર આવન-જાવન પણ બંધ થઈ ગઈ છે. મઢાવાલા નદીમાં ધમમસતા પાણીના કારણે પુલનો વચ્ચેનો ભાગ પાણીમાં વગી ગયો છે. પુલની બંને તરફ વાહનોની લાંબી લાઈનો લાગી છે.

[wptube id="1252022"]
Back to top button