MORBIMORBI CITY / TALUKO

મોરબીના મચ્છુ-૩ ડેમના એક દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા નીચાણવાળા ૨૦ ગામોને એલર્ટ કરાયા..

મોરબીના મચ્છુ-૩ ડેમના એક દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા નીચાણવાળા ૨૦ ગામોને એલર્ટ કરાયા..

મોરબીના જુના સાદુળકા ગામે આવેલ મચ્છુ-૩ ડેમ નિર્ધારિત સપાટીએ ભરાઈ ગયેલ છે ડેમમાં ૧૬૭૬ ક્યુસેક પાણીના પ્રવાહની આવક થઇ રહી છે જેથી ડેમના એક દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. જળાશયની ભરપુર સપાટી ૨૮૭૦ મીટર છે. જ્યારે જળાશયની હાલની જળસપાટી ૨૭ મીટર છે.

ડેમના એક દરવાજા ખોલવામાં આવતા નીંચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે જેમાં મોરબી તાલુકાના ગોર ખીજડિયા, વનાળીયા, સાદુળકા, માનસર, રવાપર, અમરનગર, નારણકા, ગુગણ, નાગડાવાસ, બહાદુરગઢ, સોખડા અને માળિયા તાલુકાના દેરાળા, મહેન્દ્રગઢ, મેઘપર, નવાગામ, રાસંગપર, વિરવદરકા, ફતેપર, માળિયા, હરિપર સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા હોવાનું ડેમના અધિકારી જણાવ્યું છે.

[wptube id="1252022"]
Back to top button