MORBIMORBI CITY / TALUKO

મોરબી તંત્ર વાતોના વડા કરવામાં મસ્ત પ્રજા બેહાલ !!

મોરબી તંત્ર વાતોના વડા કરવામાં મસ્ત પ્રજા બેહાલ !!

ઉભરાતી ગટર રોગચાળાને આમંત્રણ ??

રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબીની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી પ્રજાના પ્રશ્નોનું નિવારણ કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે મોટા ભાગના વિસ્તારોમાં ઉભરાતી ગટર જોવા મળી રહી છે કરોડોના કામે કરવામાં આવેલ ભુર્ગર ગટરના કામો સાચા સમયે કામ નથી આવી રહ્યા ઠેર ઠેર ઉભરાતી ગટર તંત્ર માટે એક પ્રશ્ન હશે પણ પ્રજામાં માટે મુસીબત છે ઉભરાતી ગટર આરોગ્યને નુકશાન પહોંચાડે તો તેનું જવાબદાર કોણ ?

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ જીવરાજ પાર્ક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી ઉભરાતી ગટરથી રહીશો ત્રાહીમ થઈ ગયા છે અનેક રજુઆત છતાં પ્રશ્નનું સમાધાન નથી થઈ રહ્યું પ્રજાના જોરે ચૂંટાયેલા નેતાઓ પણ ગાયબ થઈ ગયા છે તેવું લાગી રહ્યું છે નેતા માટે આ એક પ્રશ્ન હશે પણ પ્રજા માટે એક મુશ્કેલી છે જો ઉભરાતી ગટર સતત ઉભરાતી રહેશે તો સ્થાનિક લોકોમાં રોગચાળો પણ ફેલાય જવાની ભીતિ છે.

[wptube id="1252022"]
Back to top button