
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ ખાખરી ફળિયા ખાતે આવેલા માજી ગ્રામ પંચાયત માજી સભ્ય અને બંજરંગ દળના સહ સંયોજક અંકિત આહીરના ઘર આસપાસ ખેતરમાં રાષ્ટ્રીય પક્ષી મોર દરરોજ તહેલતું હોય છે.તેમણે અંગે જાણકારી આપતા જણાવ્યું કે મોર આજે પણ તેમના ઘરની આસપાસ ખેતરમાં ફરતું હતું, સાંજના સમયે બેઠું હતું અને ત્યાર બાદ આગળ રસ્તા તરફ જતા તેને એક અજાણ્યા બાઇક ચાલકની ટક્કર લાગતા ઘાયલ મોર રસ્તા ઉપર થોડી વાર તરફડયું હતું,અને ત્યારબાદ તેનું મોત નીપજ્યું હતું.આ સમગ્ર ઘટના બાબતની જાણ થતાં તેઓ તેમજ બીજા સ્થાનિક લોકો પણ તાત્કાલિક જ ત્યાં પહોંચી ગયા હતા.તેમણે રસ્તા ઉપર મોરને તડપતું જોઈ આ અંગે તાત્કાલિક ચીખલી વન વિભાગની કચેરીને જાણ કરી હતી.વન વિભાગના કર્મીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા,પરંતુ તે પહેલા મોર શાંત થઈ ગયું હતું,અને મોતને ભેટયું હતું.વનકર્મીઓએ આવી મોરને લઈ ગયા હતા.



