
તા.૬/૭/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરના સંચાલન અંતર્ગત જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી રમા મદ્રાની યાદીમાં જણાવાયું છે કે, રાજકોટ જિલ્લા તથા ગ્રામ્યની સુબ્રટો ફૂટબોલ કપ -૨૦૨૩ નું આયોજન કરવામાં આવનાર છે.રાજકોટના રેલ્વે ગ્રાઉન્ડ પર તા.૧૨-૧૩ તથા ૧૪-૭-૨૦૨૩ ના રોજ આ કપનું આયોજન હોઇ તેમા U-૧૪ (ફકત) ભાઈઓ તથા U- ૧૭ ભાઇઓ/બહેનો ભાગ લઈ શકશે. આ માટે જે તે શાળાની ફૂટબોલ કપ સુબ્રટો ફૂટબોલ કપનું શાળામાં રજીસ્ટ્રેશન ફરજિયાત કરેલ હોવું જોઈએ.

આ ટુર્નામેન્ટમાં U-૧૪ સ્પર્ધામાં ભાઈઓ વર્ષ-૨૦૧૦ પછી જન્મેલ તથા U-૧૭ સ્પર્ધામાં ભાઈઓ/બહેનો વર્ષ-૨૦૦૭ પછી જન્મેલ સ્પર્ધક હોવા ફરજિયાત છે. આ ટુર્નામેન્ટ માટે તા.૧૨/૦૭/૨૦૨૩ના રોજ સવારે ૭:૦૦ કલાકે રેલવે ગ્રાઉન્ડ રાજકોટ ખાતે રિપોર્ટિંગ કરવાનું રહેશે ત્યારબાદ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવશે.
[wptube id="1252022"]








