LUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લામાં એસ એસ સી અને એચ એસ સી નાં કુલ ૪૨૬૯ વિધાર્થીઓ પરીક્ષા આપશે

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

મહીસાગર જિલ્લામાં એસ એસ સી અને એચ એસ સી નાં કુલ ૪૨૬૯ વિધાર્થીઓ પરીક્ષા આપશે

મહીસાગર જિલ્લામાં અગામી ધોરણ ૧૦ અને ૧૨ ની સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા સંદર્ભમાં પરીક્ષા સમિતીની બેઠક જિલ્લા કલેકટર ની અધ્યક્ષ સ્થાને કોન્ફરન્સ હોલ જિલ્લા સેવા સદન લુણાવાડા ખાતે યોજાઈ હતી

આ બેઠકમાં જિલ્લા કલેકટર  ભાવિન પંડ્યાએ અગામી ધોરણ ૧૦ અને ૧૨ ની પૂરક પરીક્ષાઓ શાંતિપૂર્વક અને નિર્ભય પણે યોજાય તે માટે જરૂરી આયોજન કરવા સંબધિત અધિકારીઓને સુચના આપી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી અવનીના મોરીએ પૂરક પરીક્ષા અંગે વિગત આપતાં જણાવ્યું હતું કે આગામી મહીસાગર જિલ્લામાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પૂરક પરીક્ષાઓ તારીખ ૧૦ થી તારીખ ૧૪ જૂલાઇ સુધી પરીક્ષાઓ યોજાશે

પૂરક પરીક્ષામાં ધોરણ ૧૦ ના ૨૮૨૦ વિધાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ધોરણ ૧૨ ની સામાન્ય પ્રવાહમાં ૧૦૮૦ અને ધોરણ ૧૨ ની વિજ્ઞાન પ્રવાહમાં ૩૬૯ વિધાર્થીઓ પરીક્ષા આપશે એમ મળી કુલ ૪૨૬૯ વિધાર્થીઓ પરીક્ષામાં આપશે

બેઠકમાં પરીક્ષાના સંપૂર્ણ આયોજન, કાયદો અને વ્યવસ્થા, વિધાર્થીઓ પરીક્ષા સ્થલે સમય સર પહોંચી શકે તે માટે બસની વ્યવસ્થા, આરોગ્યની સુવિધા, પરીક્ષા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાવગેરે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી

[wptube id="1252022"]
Back to top button